છેતરપિંડી@પાટણ: 8 વર્ષ પૂર્વે પોણાં કરોડમાં જમીન ખરીદી, NOCનો ભાંડો ફુટતાં 4 સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ પાટણમાં નગરપાલિકાનો નક્શો બતાવી ઇસમોએ વેપારી સાથે 75 લાખની છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાતાં ચકચાર મચી ગઇ છે. શહેરના વેપારીએ 8 વર્ષ પૂર્વે પોણાં કરોડમાં જમીન ખરીદી હતી. જોકે બાદમાં NOCનો ભાંડો ફુટતાં 4 ઇસમો સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. ચાર ઇસમોએ પોતાની સંયુક્ત માલિકીની જમીન ટાઇટલ ક્લિયર હોવાનું જણાવી
 
છેતરપિંડી@પાટણ: 8 વર્ષ પૂર્વે પોણાં કરોડમાં જમીન ખરીદી, NOCનો ભાંડો ફુટતાં 4 સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણમાં નગરપાલિકાનો નક્શો બતાવી ઇસમોએ વેપારી સાથે 75 લાખની છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાતાં ચકચાર મચી ગઇ છે. શહેરના વેપારીએ 8 વર્ષ પૂર્વે પોણાં કરોડમાં જમીન ખરીદી હતી. જોકે બાદમાં NOCનો ભાંડો ફુટતાં 4 ઇસમો સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. ચાર ઇસમોએ પોતાની સંયુક્ત માલિકીની જમીન ટાઇટલ ક્લિયર હોવાનું જણાવી વિશ્વાસમાં લઇ વેપારી સાથે સમજુતી કરાર 2012માં કરી આપતાં વેપારીએ કુલ 75 લાખ આપ્યાં હતા. જોકે આ જમીન બિનખેતી માટે કાયદેસરતાં ધરાવતી ન હોઇ પાલિકા દ્રારા NOC મળી શકી ન હતી. જે બાદમાં વેપારીએ ઇસમો પાસે પૈસા પરત માંગતાં તેઓએ વાયદા કરી આજદીન સુધી પૈસા નહીં આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણના એક વેપારીને ચાર વ્યક્તિઓએ પોતાની જમીન ટાઇટલ ક્લિયર હોવાનું જણાવી 75 લાખની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. શહેરના ફાટીપાળ દરવાજાથી નજીક પટોળાવાળાના ખેતરની બાજુમાં સમાલપાર્ટીની સર્વે નં 141/ પૈકી 1 જેના હે.આરે.ચો.મી. 0-23-78 આકાર 1-93ના માપની જમીન ચાર લોકોના સંયુક્ત નામે ચાલે છે. જે જમીનમાં બાંધકામ કરવા ઇસમોએ સ્થાનિક વેપારી હરેશભાઇ વ્યાસને પાલિકાના ડીપી મુજબના રસ્તાનો નક્શો બતાવી વિશ્વાસ અને ભરોસો આપી ટાઇટલ ક્લિયર હોવાનું જણાવી સમજુતી લેખ કર્યો હતો. આ તરફ ઇસમોએ વેપારીને જમીનનો કબજો સોંપી 30 લાખ ડીપોઝીટ મેળવી હતી. જે બાદમાં વેપારીએ આ લોકોને 45.75 લાખ રૂપિયા મળી કુલ કિ.રૂ. 75,75,000 આપ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, વેપારીએ જમીનનો કબજો મેળવ્યાં બાદ NA કરવા અને ટાઉન પ્લાનિંગમાં પ્લાન પાસ કરાવી NOCઓ મેળવવા કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં બીનખેતી કાર્યવાહી દરમ્યાન નગરપાલિકામાંથી જાણવા મળેલ કે, આ જગ્યાએ કોઇ બિનખેતી માટે જરૂરી કાયદેસરનો રસ્તો નથી પરંતુ ગાડા વટ આવેલ હોવાથી NA થઇ શકે નહીં. જેને લઇ વેપારીએ ચોંકી જઇ આરોપી ઇસમોને વાત કરતાં તેમણે વિશ્વાસ આપેલ કે, હમણાં શાંતિ રાખો આપણે બીજા રસ્તાની વ્યવસ્થા કરીએ છીએ.

આ દરમ્યાન વેપારીએ આરોપીઓને નોટીસ મોકલતાં આરોપીઓ રોષે ભરાયા હતા. જે બાદમાં તા. 22-09-2020ના આ ઇસમોએ વેપારીને આવીને કહેલ કે, તુ બહુ હોશિયાર છે જેથી નોટીસો આપે છે, તને અમારા જૂથબળની ખબર નહીં હોય. ઘાટ આવેથી જીવ ખોઇ બેસવાનો વારો આવશે તેવી ધમકી આપી હતી. જેથી વેપારીએ ઇસમો સામે પાટણ બી ડીવીઝન પોલીસ મથકે આઇપીસી કલમ 406, 420, 323, 504, 294(b), 506(2), 114 મુજબ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. ગંગારામભાઇ જેઠાભાઇ પટેલ
  2. ભરતભાઇ જેઠાભાઇ પટેલ
  3. નીતિનભાઇ નારણભાઇ પટેલ, ત્રણેય રહે.પાટણ (બત્તીવાડો)
  4. ભગવાનભાઇ જેઠાભાઇ પટેલ, રહે.પાટણ (સિધ્ધનાથ સોસાયટી)