છેતરપિંડી@ઊંઝા: યુવકને વિશ્વાસમાં લઇ અજાણ્યાં ઇસમે ગુગલ પે દ્રારા 97 હજાર ઉપાડી લીધાં

અટલ સમાચાર ડોટ કોમ, ઊંઝા ઊંઝા તાલુકાના ગામે કોલેજીયન યુવકને છેતરીને તેના એકાઉન્ટમાંથી 97,004 ઉપાડી લેતાં ફરીયાદ નોંધાઇ છે. ગત દિવસોએ યુવકના પિતાના ફોનમાં અજાણ્યાં નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં ઇસમે કહેલ કે, તમારે મારી જોડે પૈસા લેવાના છે તો ફોન પે-ગુગલ પે વાપરતાં હોય તો કહો હું એમાં પૈસા મોકલું. જેથી યુવક ગુગલ
 
છેતરપિંડી@ઊંઝા: યુવકને વિશ્વાસમાં લઇ અજાણ્યાં ઇસમે ગુગલ પે દ્રારા 97 હજાર ઉપાડી લીધાં

અટલ સમાચાર ડોટ કોમ, ઊંઝા

ઊંઝા તાલુકાના ગામે કોલેજીયન યુવકને છેતરીને તેના એકાઉન્ટમાંથી 97,004 ઉપાડી લેતાં ફરીયાદ નોંધાઇ છે. ગત દિવસોએ યુવકના પિતાના ફોનમાં અજાણ્યાં નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં ઇસમે કહેલ કે, તમારે મારી જોડે પૈસા લેવાના છે તો ફોન પે-ગુગલ પે વાપરતાં હોય તો કહો હું એમાં પૈસા મોકલું. જેથી યુવક ગુગલ પે વાપરતો હોઇ ઇસમે તેને ક્યુઆર કોડ મોકલી આપ્યો હતો. જે બાદમાં વારાફરતી તેના એકાઉન્ટમાંથી 97,004 કપાઇ ગયા હતા. જેથી ઇસમે કહેલ કે, આ પૈસા તમારા એકાઉન્ટમાં પરત આવી જશે. જોકે યુવકે શંકા જતાં બેંકમાં તપાસ કરી માર્ગદર્શન મુજબ પહેલાં સાયબર ક્રાઇમમાં અરજી કરી ઊંઝા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના ઊંઝા તાલુકાના કામલી ગામના યુવાન સાથે ઓનલાઇન છેતરપિંડીની ઘટના સામે આવી છે. વિગતો મુજબ 12મેના રોજ નાગજીભાઇ શંકરજી રાજપૂતના ફોન પર અજાણ્યાં ઇસમનો ફોન આવ્યો હતો. જેમાં ઇસમે કહેલ કે, હું રાજુભાઇ બોલુ છુ, તમારી મારી જોડે 10,500 લેવાના બાકી છે તે હું મોકલી આપું તમે તમારો ફોન પે નંબર મોકલો. જેથી નાગજીભાઇએ કહેલ કે, હું વાપરતો નથી. જોકે તેમના કોલેજીયન પુત્ર અર્જુનસિંહને પુછતાં પોતે ગુગલે-પે વાપરતો હોવાનું કહ્યું હતુ. જેથી ઇસમે અર્જુનસિંહને ક્યુઆર કોડ મોકલી વિશ્વાસમાં લઇ તેમના એકાઉન્ટમાંથી 97,004 ઉપાડી લીધા હતા.

છેતરપિંડી@ઊંઝા: યુવકને વિશ્વાસમાં લઇ અજાણ્યાં ઇસમે ગુગલ પે દ્રારા 97 હજાર ઉપાડી લીધાં

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મહેસાણા જીલ્લામાં વધુ એક ઓનલાઇન છેતરપિંડીની ઘટના સામે આવી છે. ઊંઝા તાલુકાના ગામે અજાણ્યાં ઇસમે કોલેજીયન યુવકને ફોનમાં વિશ્વાસમાં લઇ તેના ખાતામાંથી 97,004 ઉપાડી લીધા હતા. જે બાદમાં યુવકે બેંકનો સંપર્ક કરતાં તેમને પોલીસ ફરીયાદ કરવા કહ્યુ હતુ. જેથી યુવકે પ્રથમ સાયબર ક્રાઇમમાં અરજી કર્યા બાદ ઊંઝા પોલીસ મથકે અજાણ્યાં ઇસમ સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યાં ઇસમ સામે આઇપીસી 406, 420 અને આઇટી એક્ટની કલમ 66(C), 66(D) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.