ઘર્ષણ@પાટણ: સત્તાની ફેરબદલ વચ્ચે કોંગ્રેસમાં બે જૂથ, ભાજપ મોજમાં

અટલ સમાચાર, પાટણ પાટણ પાલિકામાં કેટલીક કમિટીઓના ફેરબદલમાં કેપ્ટન બદલવા ગતિવિધી થઈ હતી. જેમાં ભાજપ-કોંગ્રેસની મિશ્ર સત્તા વચ્ચે કટ્ટર ભાજપી નગરસેવકોને સ્થાને કોંગ્રેસી અને કેટલાક બળવાખોરોને ચેરમેન બનાવવાના હતા. સમગ્ર બાબતે રિક્વીઝેશન બોર્ડ બોલાવ્યું હોઈ ધારાસભ્ય કિરીટ પટેલ અને પાલિકા ઉપપ્રમુખ લાલેશ ઠક્કરના બે ગૃપ બન્યા છે. બોર્ડ મુલતવી રહેતા બે જૂથ વચ્ચે ટકરાવને પગલે
 
ઘર્ષણ@પાટણ: સત્તાની ફેરબદલ વચ્ચે કોંગ્રેસમાં બે જૂથ, ભાજપ મોજમાં

અટલ સમાચાર, પાટણ

પાટણ પાલિકામાં કેટલીક કમિટીઓના ફેરબદલમાં કેપ્ટન બદલવા ગતિવિધી થઈ હતી. જેમાં ભાજપ-કોંગ્રેસની મિશ્ર સત્તા વચ્ચે કટ્ટર ભાજપી નગરસેવકોને સ્થાને કોંગ્રેસી અને કેટલાક બળવાખોરોને ચેરમેન બનાવવાના હતા. સમગ્ર બાબતે રિક્વીઝેશન બોર્ડ બોલાવ્યું હોઈ ધારાસભ્ય કિરીટ પટેલ અને પાલિકા ઉપપ્રમુખ લાલેશ ઠક્કરના બે ગૃપ બન્યા છે. બોર્ડ મુલતવી રહેતા બે જૂથ વચ્ચે ટકરાવને પગલે ભાજપ મોજમાં આવી ગયું છે.

Video: પાલિકા પ્રમુખનું નિવેદન

પાટણ નગરપાલિકામાં સત્તાની ઉથલ-પાથલ શરૂઆતથી જ થઈ રહી છે. જેમાં વધુ એક એપિસોડ અંતર્ગત ભાજપી પ્રમુખના સમર્થક નગરસેવકોનું ચેરમેન પદ છીનવવા કોંગ્રેસે દાવ ખેલ્યો હતો. હાલમાં કોંગ્રેસની સત્તા પાલિકામાં મજબૂત હોઈ કેટલાક કમિટી ચેરમેનો બદલવા ધારાસભ્ય કિરીટ પટેલ મથી રહ્યા છે. જોકે, માત્ર પાટીદારો કમિટી ચેરમેન બનવાની સંભાવના સામે કોંગ્રેસના જ લાલેશ ઠક્કરે બાંયો ચડાવી છે.

ઘર્ષણ@પાટણ: સત્તાની ફેરબદલ વચ્ચે કોંગ્રેસમાં બે જૂથ, ભાજપ મોજમાં
Advertise

સમગ્ર બાબતે આજે બુધવારે મળેલુ પાલિકાનુ બોર્ડ પ્રદેશ કોંગ્રેસની સુચનાથી મુલતવી રહેતા કોંગ્રેસી જૂથ વચ્ચે ટકરાવ ચરમસીમાએ ગયો છે. ધારાસભ્યની ઈચ્છા વિરુદ્ધ થતા પાલિકા અને શહેર કોંગ્રેસમાં જૂથવાદ આમને-સામને આવી ગયો છે. કોંગ્રેસના જૂથવાદથી સત્તા બચી જતા પાલિકા પ્રમુખના સમર્થક નગરસેવકો ગેલમાં આવી ગયા છે. આથી આગામી બોર્ડને અંતે કમિટી ચેરમેનો બદલાઈ શકે.

ઘર્ષણ@પાટણ: સત્તાની ફેરબદલ વચ્ચે કોંગ્રેસમાં બે જૂથ, ભાજપ મોજમાં