દહેજના રૂપિયાથી ઓસ્ટ્રેલિયા ગયા, 5 દિવસમાં પત્નિને ભારત મોકલી દીધી

અટલ સમાચાર, ડેસ્ક દહેજના પૈસાથી વિદેશ ગયેલા પતિએ ગણતરીના દિવસોમાં પત્ની ઉપર છૂટાછેડા આપવા માટે દબાણ કર્યું છે. ઓસ્ટ્રેલિયા સ્થાયી થયેલા પતિએ બાદમાં પત્નીને સુરત મોકલી આપતાં વિવાદ શરૂ થયો છે. સુરતના કતારગામમાં ધોળકિયા ગાર્ડન પાસે રહેતા મેઘનાબેનના લગ્ન ભૃગેશ ભાવેશભાઇ રવાણી સાથે થયા હતા. લગ્નના એક માસ બાદ પતિ અને સાસુ સસરાએ દહેજ અંગે
 
દહેજના રૂપિયાથી ઓસ્ટ્રેલિયા ગયા, 5 દિવસમાં પત્નિને ભારત મોકલી દીધી

અટલ સમાચાર, ડેસ્ક

દહેજના પૈસાથી વિદેશ ગયેલા પતિએ ગણતરીના દિવસોમાં પત્ની ઉપર છૂટાછેડા આપવા માટે દબાણ કર્યું છે. ઓસ્ટ્રેલિયા સ્થાયી થયેલા પતિએ બાદમાં પત્નીને સુરત મોકલી આપતાં વિવાદ શરૂ થયો છે. સુરતના કતારગામમાં ધોળકિયા ગાર્ડન પાસે રહેતા મેઘનાબેનના લગ્ન ભૃગેશ ભાવેશભાઇ રવાણી સાથે થયા હતા. લગ્નના એક માસ બાદ પતિ અને સાસુ સસરાએ દહેજ અંગે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સાસરિયાંઓના ટોર્ચરિંગથી કંટાળી મેઘનાબેન એચડીએફસી બેંકના લોન વિભાગમાં નોકરીએ જોડાયા હતા.

દહેજની રકમની સાથોસાથ તેઓ પિયરિયાએ આપેલી એફડીની રકમ પણ ઉપાડી લીધી હતી. ત્યારબાદ પતિએ ઓસ્ટ્રેલિયા જવાની જીદ પકડી પિયરથી નાણાં લઇ આવવા મેઘનાબેન ઉપર ભારે દબાણ કર્યું હતું. મેઘનાને સાથે લઇ જવાની શરતે ઓસ્ટ્રેલિયા જવા માટે ભૃગેશને 8 લાખ આપ્યા હતા.

ભૃગેશે સ્ટુડન્ટ વિઝા અને મેઘનાના ડેપેન્ડન્ટ વિઝા મેળવી ગત તા. 16-2-19ના રોજ ઓસ્ટ્રેલિયા ગયા હતા. જ્યાંથી ભૃગેશે યેનકેન પ્રકારે સપ્તાહમાં મેઘનાને ફરી સુરત મોકલી આપી હતી. તેણી સાસરીમાં ગઇ તો સાસુ સસરાએ તેણીને ઘરમાંથી કાઢી મૂકી હતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં રહેતો પતિ ભૃગેશ છૂટાછેડા લેવા દબાણ કરતો હતો. આથી કતારગામ પોલીસમાં પતિ ભૃગેશ રવાણી, સસરા ભાવે રવાણી અને સાસુ ભાવના રવાણી સામે ફરિયાદ કરી છે.