આનંદો: રાજ્ય સરકારના કર્મચારીઓને દિવાળીનું વેકેશન સળંગ 6 દિવસ મળશે

અટલ સમાચાર,ડેસ્ક રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. 30 ઓક્ટોબર બુધવારે જાહેર રજા રહેશે. 9 નવેમ્બરની જાહેર રજાની અવેજીમાં 30 ઓક્ટોબરની રજાની જાહેરાત કરાતા જ દિવાળીની રજામાં સળંગ 6 દિવસની રજા રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકારની કચેરીઓ તેમજ બોર્ડ નિગમો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કચેરીઓમાં રજા જાહેર કરી છે. 9 નવેમ્બરની
 
આનંદો: રાજ્ય સરકારના કર્મચારીઓને દિવાળીનું વેકેશન સળંગ 6 દિવસ મળશે

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. 30 ઓક્ટોબર બુધવારે જાહેર રજા રહેશે. 9 નવેમ્બરની જાહેર રજાની અવેજીમાં 30 ઓક્ટોબરની રજાની જાહેરાત કરાતા જ દિવાળીની રજામાં સળંગ 6 દિવસની રજા રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકારની કચેરીઓ તેમજ બોર્ડ નિગમો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કચેરીઓમાં રજા જાહેર કરી છે. 9 નવેમ્બરની અવેજીમાં 30ઓક્ટોબરની રજા જાહેર કરાતા 9 નવેમ્બરે સરકારી કચેરીઓ, બોર્ડ નિગમો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કચેરીઓ કાર્યરત રહેશે. જ્યારે 30 ઓક્ટોબરે રજા રહેશે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો 

ગુજરાત સરકાર અને તેને આધીન બોર્ડ-નિગમ સહિતની સંસ્થાઓમાં મુખ્યમંત્રી વિજય રૃપાણીએ ૩૦મી ઓક્ટોબરે જાહેર રજા રાખવાની જાહેરાત કરી છે. આ જાહેરાતથી ગુજરાત સરકારમાં સળંગ 6 દિવસનું દિવાળી વેકેશન પડશે. 26મી ઓક્ટોબરે ચોથો શનિવાર છે, પછી ૨૭મીએ રવિવારે દિવાળી, 28ને સોમવારે ગુજરાતી નવું વર્ષ, 29ને મંગળવારે ભાઈબીજ પછી અગાઉ 30મીને બુધવારે સરકારી કામકાજ ચાલુ રહેવાનું હતું. નવેમ્બર મહિનામાં 9મી તારીખના બીજા શનિવારની રજા રદ કરીને 30 ઓક્ટોબરની રજા આપવાનો નિર્ણય કરવામાં આવતા 31મીએ સરદાર જયંતીને ગુરુવાર સુધી સળંગ છ દિવસ ગુજરાત સરકારમાં રજા રહેશે.