રોષ@ઉ.ગુ. : પરિક્ષા રદ્દ કરીને પરિક્ષાર્થીઓની આશા અંધારામાં ધકેલી

અટલ સમાચાર, મહેસાણા ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે 20મી ઓક્ટોબરના રોજ લેવાનારી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ માટેની ભરતી પરીક્ષા રદ્દ કરાઈ છે. જોકે, નવી તારીખ અંગે હજુસુધી કોઈ સ્પષ્ટતા કરવામાં ન આવતાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહિતના ઉત્તર ગુજરાતના પરિક્ષાર્થીઓમાં રોષ ઉભો થયો છે. ગુજરાતમાંથી 10 લાખથી વધુ પરિક્ષાર્થીઓ લેખીત એક્ઝામમાં જોડાવાના હતા. છેલ્લા
 
રોષ@ઉ.ગુ. : પરિક્ષા રદ્દ કરીને પરિક્ષાર્થીઓની આશા અંધારામાં ધકેલી

અટલ સમાચાર, મહેસાણા

ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે 20મી ઓક્ટોબરના રોજ લેવાનારી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ માટેની ભરતી પરીક્ષા રદ્દ કરાઈ છે. જોકે, નવી તારીખ અંગે હજુસુધી કોઈ સ્પષ્ટતા કરવામાં ન આવતાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહિતના ઉત્તર ગુજરાતના પરિક્ષાર્થીઓમાં રોષ ઉભો થયો છે. ગુજરાતમાંથી 10 લાખથી વધુ પરિક્ષાર્થીઓ લેખીત એક્ઝામમાં જોડાવાના હતા.

છેલ્લા એકથી લઈ ત્રણ વર્ષ સુધી જીવનની અન્ય મહત્વની વાતો બાજુમાં મુકીને વાંચવામાં ધ્યાન પરોવાયેલ પરિક્ષાર્થીઓમાં કોઈએ નોકરી છોડી હતી તો કોઇએ પોતાનાં લગ્ન અને સગાઇ પાછળ ધકેલી હતી. આવા અનેક કારણો ઉમેદવારો પાસે છે પરંતુ અધિકારીઓ પાસે પરીક્ષા રદ્દ કરવાનું કોઇ જ કારણ નથી.

રોષ@ઉ.ગુ. : પરિક્ષા રદ્દ કરીને પરિક્ષાર્થીઓની આશા અંધારામાં ધકેલી

આ બાબતે મહેસાણામાં સરકારી ભરતીની તૈયારીઓ કરાવતા સંચાલકે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ-ત્રણ વર્ષની રાત-દિવસની તૈયારીઓમાં લાગેલા પરિક્ષાર્થીઓને એક્ઝામ રદ્દ થતાં ધ્રાસકો લાગ્યો છે. જ્યારે તેમના વાલીઓ ઉપર પણ આર્થિકથી લઈ, સગાઈ, લગ્ન જેવી અસર પહોંચી રહી છે. ક્યાંક કોન્સ્ટેબલ જેવી પરિક્ષાના પેપર લીંક થાય તો ક્યાંક ખોટી અફવાઓ સાંભળવામાં આવે અને હવે સરકાર કોઈ કારણ આપ્યા આવા પગલાં ભરે ત્યારે તૈયારીઓ કરતા પરિક્ષાર્થીઓ ભાંગી પડ્યા છે.

સંચાલકે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના મોટા ભાગના વિદ્યાર્થીઓ ગુજરાત સરકારની પરિક્ષા ઉપર આધાર રાખતા હોઈ આવી સ્થિતિઓ બનવી વિદ્યાર્થીઓ સહિત વાલીઓના મોરલ ઉપર પણ અસર કરે છે.

પરિક્ષાર્થી યુવકે લગ્નની તારીખ લંબાવી

એક મહેસાણામાં તૈયારીઓ કરી રહેલા ઉમેદવારની સગાઇ થઈ ચુકી છે. જેથી પરિવાર અને સાસરીપક્ષ દ્વારા લગ્નની વાતને યુવકે આ પરિક્ષાની તૈયારીઓ માટે તારીખો પાછળ ધકેલી હતી. છેલ્લા એક વર્ષથી આ પરીક્ષા પાસ કરવા માટે ઘણી જ મહેનત કરી હતી. હવે આટલી બધી મહેનત ઉપર સરકારે પાણી ફેરવી દીધું છે. સામાન્ય કુંટુબમાંથી આવતો યુવક હાલમાં મુંઝવણમાં અનુભવે છે.

શિક્ષિકાની નોકરી છોડી, વેતન છોડ્યું અને હવે પરિક્ષા પણ છોડવી પડી

મહેસાણાની એક યુવતિએ તો પરિક્ષાની તૈયારીઓ માટે પોતાની હંગામી ધોરણે શિક્ષિકા તરીકેની નોકરી છોડી દીધી હતી. જેથી પરિવારને મદદરૂપ થતી થોડીક આવક સાથે હાલમાં પરિક્ષાથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. છેલ્લી ઘડીએ સરકારના નિર્ણયને લઈ પરિક્ષાર્થીઓ માટે આગળ ખાઈ પાછળ કૂવો જેવી સ્થિતિ નિર્માણ થઈ ચુકી છે.

ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે, ધો.12 પાસને ઝાટકો

રાજ્ય સરકારના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પરિક્ષા રદ્દ થવાના હજુસુધી કોઈ સત્તાવાર કારણો સામે આવ્યા નથી. જોકે, પરિક્ષા રદ્દ થવા બાબતે આગામી સ્થિતિમાં માત્ર ધો.12 પાસને ઝાટકો લાગે તેવી સંભાવના છે. ગ્રેજ્યુએટ કે તેથી વધુ લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોને જ પરિક્ષાર્થી તરીકે યોગ્ય ગણાવાની વાત સામે આવી છે. આવી સ્થિતિમાં ગૌણ સેવા આયોગના પરિક્ષાર્થીઓ માટે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થાય તો નવાઈ નહી. ઉલ્લેખનીય છે કે, માત્ર ધો.12 પાસ હોય તેવા પરિક્ષાર્થીઓ છેલ્લા કેટલાય વર્ષથી તનતોડ મહેનત કરી રહ્યા છે તેમનું ભવિષ્ય અંધારામાં ધકેલાયું છે.