ભવિષ્ય@ઠાકોરસેના: 23 મે બાદ નવી વિચારસરણી સ્વિકારવાની નોબત

ગિરીશ જોશી,મહેસાણા લોકસભા ચુંટણી દરમ્યાન અલ્પેશ ઠાકોરે રાજકીય દાવ ખેલી કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધુ હતુ. આ પછી તબકકાવાર અલ્પેશ અને કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ વધી રહયુ છે. બેચરાજી અને બાયડના ધારાસભ્યોએ ભલે કોંગ્રેસ નથી છોડી, પરંતુ આજે પણ બંને ધારાસભ્યો અલ્પેશના આદેશ મુજબ છે. લોકસભા ચુંટણીના પરિણામ બાદ અલ્પેશ સહિતના ધારાસભ્યો વિધિવત ભાજપમાં જોડાઇ શકે તેવી
 
ભવિષ્ય@ઠાકોરસેના: 23 મે બાદ નવી વિચારસરણી સ્વિકારવાની નોબત

ગિરીશ જોશી,મહેસાણા

લોકસભા ચુંટણી દરમ્યાન અલ્પેશ ઠાકોરે રાજકીય દાવ ખેલી કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધુ હતુ. આ પછી તબકકાવાર અલ્પેશ અને કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ વધી રહયુ છે. બેચરાજી અને બાયડના ધારાસભ્યોએ ભલે કોંગ્રેસ નથી છોડી, પરંતુ આજે પણ બંને ધારાસભ્યો અલ્પેશના આદેશ મુજબ છે. લોકસભા ચુંટણીના પરિણામ બાદ અલ્પેશ સહિતના ધારાસભ્યો વિધિવત ભાજપમાં જોડાઇ શકે તેવી આશંકા છે. જેથી ઠાકોરસેના માટે નવી રાજકીય વિચારસરણી સ્વિકારવાનો વારો આવી શકે છે.

ભવિષ્ય@ઠાકોરસેના: 23 મે બાદ નવી વિચારસરણી સ્વિકારવાની નોબત

અલ્પેશ ઠાકોરે ધારાસભ્ય પદ જાળવી રાખી કોંગ્રેસને અલવિદા કરી છે. આ તરફ બનાસકાંઠા લોકસભા અને ઉંઝા વિધાનસભાની ચુંટણીમાં ઉભા રહેલા ઠાકોરસેનાના ઉમેદવારોનું ભવિષ્ય ગણતરીના દિવસોમાં સામે આવશે. પોતાના સંગઠનને મજબુત રાખી અલ્પેશ ઠાકોર લોકસભા ચુંટણીના પરિણામ બાદ નવું એલાન જાહેર કરી શકે છે. જેમાં ગુજરાત રાજયમાં સૌથા મોટા બે પક્ષ પૈકી કોંગ્રેસ સિવાય ભાજપમાં જોડાઇ જવાનો નિર્ણય લે તેવી ગણતરીઓ મંડાઇ રહી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરાવવા શરૂ કરેલી ગતિવિધિનો નિર્ણય વિધાનસભા અધ્યક્ષને માથે છે. આથી જો અલ્પેશ ઠાકોર ધારાસભ્ય પદ ગુમાવે તો રાજકીય શરતોના ભાગરૂપે ફરી એકવાર ધારાસભ્ય બનવા ભાજપમાં જોડાવા સિવાય અન્ય કોઇ જ વિકલ્પ નથી. આથી અલ્પેશ સાથે બેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોર અને બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ ભાજપનો કેસરીયો ધારણ કરી શકે છે.