ગંભીર@અમદાવાદ: પોલીસ સ્ટેશનમાં યુવકે પોલીસને જ ધમકી આપતા ફરીયાદ

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદનાં કઠવાડા પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ પોલીસને જ ધમકી આપીને ભાગી ગયો હતો. તેણે કહ્યું હતું કે, મારું નામ અલ્પેશ દરબાર છે, થાય તે તોડી લેજો. આવી ધમકી આપીને પોતાનો મોબાઈલ ફોન પછાડી જતા રહેલા યુવાન સામે નિકોલ પોલીસે ગુનો દાખલ કર્યો છે. કઠવાડા પોલીસ ચોકી પર પોલીસ સ્ટાફ દ્વારા અરજીના નિકાલની કામગીરી
 
ગંભીર@અમદાવાદ: પોલીસ સ્ટેશનમાં યુવકે પોલીસને જ ધમકી આપતા ફરીયાદ

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદનાં કઠવાડા પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ પોલીસને જ ધમકી આપીને ભાગી ગયો હતો. તેણે કહ્યું હતું કે, મારું નામ અલ્પેશ દરબાર છે, થાય તે તોડી લેજો. આવી ધમકી આપીને પોતાનો મોબાઈલ ફોન પછાડી જતા રહેલા યુવાન સામે નિકોલ પોલીસે ગુનો દાખલ કર્યો છે. કઠવાડા પોલીસ ચોકી પર પોલીસ સ્ટાફ દ્વારા અરજીના નિકાલની કામગીરી કરવામાં આવી રહી હતી. જેમાં સામ સામે ક્રોસ અરજી થયેલા બે અરજદારોને પોલીસે અરજીનાં નિકાલ માટે ચોકી પર બોલાવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના કઠવાડા પોલીસ સ્ટેશનમાં બંને અરજદાર મહિલાઓ સામ સામે ઘર્ષણ કરતા હોવાથી પોલીસે બંને સામે સીઆરપીસી કલમ 151 મુજબ કાર્યવાહી શરૂ કરી હતી.આ દરમિયાન એક મહિલાએ ફોન કરી તેના ભાઈને બોલાવ્યો હતો. જેથી અલ્પેશ દરબાર નામનો વ્યક્તિ ચોકી પર આવ્યો હતો. જે બાદ તેણે પોલીસને કહ્યું હતું કે, તમે ખોટી કાર્યવાહી કરો છે. આમ કહી ને તેને પોલીસ રેકર્ડ પછાડવા લાગ્યો હતો. એટલું જ નહિ તેની બહેનને કહેવા લાગ્યો હતો કે, તું કપડા ફાડી નાખ આપણે પોલીસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવીએ.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પોલીસે તેઓને શાંત રહેવા માટે કહેતા તે પોલીસ સાથે પણ બોલાચાલી કરવા લાગ્યો હતો. અને પોલીસે તેનું નામ પૂછતા તેને પોતાનું નામ અલ્પેશ દરબાર હોવાનુ કહીને મારું આજ નામ છે, થાય તે તોડી લેજો. આમ તે પોતાનો મોબાઈલ ચોકીમાં પછાડી ભાગી ગયો હતો. જેથી પોલીસે આ યુવાન સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.