ગંભીર@આણંદ: મહિલા નેતાનો પુત્ર વિદેશી દારૂ સાથે ઝબ્બે, ગુનો દાખલ કર્યો

અટલ સમાચાર, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાંથી અલગ-અલગ જગ્યાએથી લગભગ દરરોજ દારૂ ઝડપાઇ રહ્યો છે. આ તરફ ભાજપના મહિલા નેતાનો પુત્ર દારૂ ભરેલી કાર સાથે ઝડપાતાં સ્થાનિક રાજકારણ ગરમાયું છે. આણંદ પાલિકાના કાઉન્સિલરનો પુત્ર 250થી વધારે બોટલો સાથે ઝડપાતાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
 
ગંભીર@આણંદ: મહિલા નેતાનો પુત્ર વિદેશી દારૂ સાથે ઝબ્બે, ગુનો દાખલ કર્યો

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાંથી અલગ-અલગ જગ્યાએથી લગભગ દરરોજ દારૂ ઝડપાઇ રહ્યો છે. આ તરફ ભાજપના મહિલા નેતાનો પુત્ર દારૂ ભરેલી કાર સાથે ઝડપાતાં સ્થાનિક રાજકારણ ગરમાયું છે. આણંદ પાલિકાના કાઉન્સિલરનો પુત્ર 250થી વધારે બોટલો સાથે ઝડપાતાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આણંદ જિલ્લાનાં મહિલા નેતા અલ્પાબેન પટેલનો પુત્ર દારૂ ભરેલી કાર સાથે ઝડપાતાં પોલીસે ધરપકડ કરી છે. અલ્પાબેન કરમસદ નગરપાલિકાના વોર્ડ નંબર 5ના ભાજપના કાઉન્સીલર છે. પોલીસે અલ્પાબેન પટેલના પુત્ર બ્રિજેશને પોતાના સાગરિત સાથે ગત કાલે રાત્રે ગાડીમાં રોયલ સિલેક્ટ ડીલક્ષ વ્હીસ્કી માર્કાના 250થી વધુ નંગ વિદેશી દારૂની બોટલો સાથે પોલીસે ઝડપી લીધો હતો. બંને સામે પ્રોહિબીશન એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાતાં સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પોલીસે ગાડીમાં સવાર તેના અન્ય સાગરિતની પૂછપરછ કરતાં તેણે પોતાની ઓળખ અનિલ ખેમચંદ માવી તરીકે આપી હતી. પોલીસે દારૂનો જથ્થો, વેગનઆર કાર કિંમત રૂપિયા 3 લાખ તથા બે મોબાઇલ સાથે ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. તેઓ દારૂ કયાંથી લાવ્યા હતા અને કોને આપવાના છે તે અંગે પોલીસે ઉલટતપાસ હાથ ધરી છે.