ગંભીર@બનાસકાંઠા: સગાભાઇ સહિત નવા 6 દર્દી, કોરોના સંક્રમણ અવિરત

અટલ સમાચાર, પાલનપુર, દિયોદર (કિશોર નાયક) બનાસકાંઠા જીલ્લામાં કોરોના સંક્રમણ અવિરત બનતાં દરરોજ નવા દર્દીઓ સામે આવી રહ્યા છે. આજે દિયોદર, કાંકરેજ, ડીસા, ધાનેરામાં મળી નવા 6 દર્દી ઉમેરાતાં કોરોનાનો કુલ આંક 344 પહોંચ્યો છે. આ તરફ કોરોના દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોની શોધખોળ હાથ ધરાઇ છે. આરોગ્ય તંત્ર દ્રારા આજે નોંધાયેલા દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં
 
ગંભીર@બનાસકાંઠા: સગાભાઇ સહિત નવા 6 દર્દી, કોરોના સંક્રમણ અવિરત

અટલ સમાચાર, પાલનપુર, દિયોદર (કિશોર નાયક)

બનાસકાંઠા જીલ્લામાં કોરોના સંક્રમણ અવિરત બનતાં દરરોજ નવા દર્દીઓ સામે આવી રહ્યા છે. આજે દિયોદર, કાંકરેજ, ડીસા, ધાનેરામાં મળી નવા 6 દર્દી ઉમેરાતાં કોરોનાનો કુલ આંક 344 પહોંચ્યો છે. આ તરફ કોરોના દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોની શોધખોળ હાથ ધરાઇ છે. આરોગ્ય તંત્ર દ્રારા આજે નોંધાયેલા દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડી તેમને ચેપ કેવી રીતે અને ક્યાંથી લાગ્યો તે શોધવા કવાયત હાથ ધરાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લામાં આજે કોરોનાના નવા 6 કેસ સામે આવ્યા છે. જેમાં દિયોદરના લુંદ્રા ગામે એકસાથે બે સગાભાઇનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેમાં બંને દિયોદરમાં મરચા-મસાલાની ઘંટી ચલાવતાં હોવાનું સામે આવ્યુ છે. પ્રાથમિક રીતે તેમને કોઇ ગ્રાહક દ્રારા ચેપ લાગ્યો હોવાનું માનવામાં આવી રહ્યુ છે. આ તરફ ધાનેરાના અનાપુરા છોટામાં પણ 35 વર્ષિય મહિલાનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે ડીસામાં 62 વર્ષિય પુરૂષ અને 25 વર્ષિય મહિલા અને શિહોરીમાં 55 વર્ષિય પુરૂષ કોરોનાના શિકાર બન્યા છે. અનલોકમાં મળેલી છુટછાટને પગલે વાહન વ્યવહાર બેફામ બનતાં, જીલ્લા બહારની મુસાફરી અને ગાઇડલાઇનનું પાલન નહિ કરવાને કારણે દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. તંત્ર દ્રારા કોરોના પોઝિટીવ આવેલા વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવાની તજવીજ હાથ ધરાઇ છે.

દિયોદરમાં બે સગાભાઇને કોરોનાથી ચકચાર

ગંભીર@બનાસકાંઠા: સગાભાઇ સહિત નવા 6 દર્દી, કોરોના સંક્રમણ અવિરત

દિયોદરના લુંદ્રા ગામે નવા વાસ, નર્મદા કેનાલના પર આવેલ સેમાડાથી ઓળખાતા ખેતરોમાં બે સગાભાઇનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઇ આજે આરોગ્ય ટીમ અને દિયોદર પોલીસ સાથે એરિયા કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે બંને ભાઇઓના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે.

આજે નોંધાયેલા દર્દીઓના નામ સહિતની વિગત

  • ચૌધરી શૈલેષભાઇ ભગવાનભાઈ, ઉ.વ.31,લુંદ્રા-દિયોદર
  • ચૌધરી ભાલેશભાઈ ભગવાનભાઈ, ઉ.વ.24, લુંદ્રા-દિયોદર
  • સુરેખાબેન મથુરભાઈ સોલંકી, ઉ.વ.35, અનાપુર છોટા,ધાનેરા
  • ઉમેદભાઈ જગાભાઈમકવાણા, ઉ.વ.55, શિહોરી
  • સરોજબેન મદનગીરી ગૌસ્વામી, ઉ.વ.25, ડીસા
  • અમરતભાઈ જેઠાભાઇ પટેલ, ઉ.વ.62, ડીસા