ગંભીર@બનાસકાંઠા: કોરોનાએ ગ્રામ્યમાં ભય વધાર્યો, આજે એકસાથે 8 દર્દી આવ્યા

અટલ સમાચાર, પાલનપુર કોરોનાના કહેર વચ્ચે આજે સવારે બનાસકાંઠામાં નવા આઠ કેસ સામે આવ્યા છે. જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસનું સંક્રમણ બેફામ બનતા ભય વધાર્યો છે. આજે નોંધાયેલા દર્દીઓને કોરોનાનો ચેપ ક્યાંથી અને કેવી રીતે લાગ્યો તે બાબતે આરોગ્ય તંત્ર દ્રારા તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોની શોધખોળ હાથ
 
ગંભીર@બનાસકાંઠા: કોરોનાએ ગ્રામ્યમાં ભય વધાર્યો, આજે એકસાથે 8 દર્દી આવ્યા

અટલ સમાચાર, પાલનપુર

કોરોનાના કહેર વચ્ચે આજે સવારે બનાસકાંઠામાં નવા આઠ કેસ સામે આવ્યા છે. જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસનું સંક્રમણ બેફામ બનતા ભય વધાર્યો છે. આજે નોંધાયેલા દર્દીઓને કોરોનાનો ચેપ ક્યાંથી અને કેવી રીતે લાગ્યો તે બાબતે આરોગ્ય તંત્ર દ્રારા તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોની શોધખોળ હાથ ધરાઇ છે. આજે નોંધાયેલા આઠ દર્દીમાં સાત પુરૂષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. જીલ્લામાં કોરોના સંક્રમણ બેફામ બનતાં દરરોજ નવા કેસો આવી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા આઠ દર્દીઓ સામે આવ્યા છે. જેમાં પાલનપુરના મણિલાલ ઠાકોર, ગઠામણ ગેટ અને કમાલપુરાના શાકિરભાઇ કુરેશી, દાંતાના ભેમાળના નૂરમોહંમદ લીંબડીયા, માલગઢના અનિલભાઇ પટેલ, ડીસા પીંકસીટીના સંકેતકુમાર મોદી અને પ્રિયંકાબેન મોદી, રામાપીર મંદીરના શૈલેષભાઇ સાધુ અને રામપુરાના રાજેશભાઇ સુથારનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અનલોકમાં મળેલી છૂટછાટ વચ્ચે શહેરી વિસ્તારમાં લોકોની આવન-જાવન વધતાં દરરોજ નવિન કેસો સામે આવી રહ્યા છે. આજે નોંધાયેલા દર્દીઓમાં તાવ, ખાંસી, શરદીના લક્ષણો જોવા મળ્યા હતા. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા તમામના સંપર્કમાં આવેલા લોકોની શોધી સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે.