ગંભીર@દાહોદ: PM કિસાન યોજનામાં 23.82 લાખનું કૌભાંડ, 32,717 નકલી ખેડૂતો

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે દાહોદ જિલ્લામાં પીએમ કિસાન યોજના કૌભાંડ સામે આવ્યું છે. લાખોના આ કોભાંડમાં લોકોએ નકલી ખેડૂત બનીને પૈસા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો મુજબ 35,636 હજાર અરજીઓ યોજનાના લાભ માટે આવ્યા બાદ 2719 ખાતેદારોની ખરાઇ થઇ હતી. આ તરફ 32,717 વ્યક્તિઓ ખોટા ખાતેદારો હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો
 
ગંભીર@દાહોદ: PM કિસાન યોજનામાં 23.82 લાખનું કૌભાંડ, 32,717 નકલી ખેડૂતો

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે દાહોદ જિલ્લામાં પીએમ કિસાન યોજના કૌભાંડ સામે આવ્યું છે. લાખોના આ કોભાંડમાં લોકોએ નકલી ખેડૂત બનીને પૈસા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો મુજબ 35,636 હજાર અરજીઓ યોજનાના લાભ માટે આવ્યા બાદ 2719 ખાતેદારોની ખરાઇ થઇ હતી. આ તરફ 32,717 વ્યક્તિઓ ખોટા ખાતેદારો હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દાહોજ જિલ્લામાં પીએમ કિસાન યોજનામાં કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ખોટા દસ્તાવેજો રજૂ કરી અને ખાતેદાર બની ખોટી રીતે આર્થિક લાભ લેવાનો ખુલાસો થયો છે. પીએમ કિસાન યોજના માટે કુલ 35 હજાર 636 અરજીઓ આવી હતી. જેમાંથી 2 હજાર 719 ખાતેદારોની ખરાઇ થઇ હતી. અને 32 હજાર 717 વ્યક્તિઓ ખોટા ખાતેદારો હોવાનું સામે આવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, દાહોલ જીલ્લામાં પીએમ કિસાન યોજનામાં મસમોટું કૌભાંડ સામે આવ્યુ છે. આ ઉપરાંત 2 હજાર 719 ખાતેદારોની ખરાઇ કરાઇ હતી. તેમાંથી પણ 1 હજાર 191 વ્યક્તિઓ ખોટા હોવાનું સામે આવ્યું છે. અને ખોટા દસ્તાવેજ રજૂ કરી ખાતેદાર બની કુલ 23.82 લાખ રૂપિયાનો આર્થિક લાભ મેળવ્યો હતો. જેને લઇ જિલ્લા ખેતીવાડી અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.