આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

ડાંગ જિલ્લા સૌથી વધુ વરસાદ વરસતો હોવા છતાં અહીંયા ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની સમસ્યા શરૂ થઈ જાય છે. લોકોએ પાણી માટે જંગલ જંગલ ભટકવું પડે છે, રોજિંદા વપરાસનું તો ઠીક પણ પીવાના પાણી માટે પણ વલખા મારવા પડે છે. ડાંગ જિલ્લામાં ચોમાસામાં 125 ઇંચ થી વધુ વરસાદ વરસતો હોય છે જોકે ઉનાળો આવતાજ નદીઓ સૂકી જોવા મળે છે, કુવા અને બોરમાં પાણીના સ્તર પણ ઊંડે ઉતરી ગયા જાય છે, પરિણામે જિલ્લાના 311 ગામોમાં પાણીની સમસ્યા જોવા મળે છે, લોકોએ પાણીમાટે દુરદુર ભટકવું પડે છે દિવસ હોયકે રાત ડંકી ઉપર પાણી માટેની લાઈન જોવા મળે છે, ચેકડેમમાં પાણી ઘટી જતાં પશુપાલન કરનારા લોકો માટે પણ સમસ્યા ગંભીર બનતી જાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ડાંગમાં સરકારની વિવિધ યોજના નિષ્ફળ જતા લોકોએ પાણી માટે દુરદુર ભટકવું પડી રહયું છે. આહવા તાલુકાના ચીકટિયા ગ્રુપ ગ્રામપંચાયત માં સમાવિષ્ટ ઇસદર ગામના કૂવામાં પાણી છે પણ અધિકારીની પરવાનગી વગર પાણી લઈ શકાતું નથી. હેન્ડપંપમાં પણ પાણી આવતું નથી. એટલે રોજિંદા કામ માટે કે તરસ છીપાવવા માટે પાણી વગર આદિવાસી લોકો તરસી રહ્યા છે. ગામની મહિલાઓ નદીમાં પટમાં ખાડો બનાવી તેમાંથી પાણી મેળવી રહી છે, પરંતુ અહીંયાથી માત્ર તરસ છીપાવાય એટલુંજ પાણી મળી રહે છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વર્તમાન પરિસ્થિતિ જોતા ગામજનો પાણીની જરૂરિયાત માટે વહીવટી તંત્ર પાસે ટેન્કરની માંગ કરી રહી છે. ડાંગના મોટા ભાગના ગામોમાં પાણી ની આજ પ્રકારે સમસ્યા જોવા મળે છે, માત્ર ગામડામાંજ નહીં પરંતુ જિલ્લાના મુખ્ય મથક આહવા માં પણ પાણી ની આજ સમસ્યા છે. જોકે અહીંયા લોકડાઉન હોવાને કારણે હજુ વિરોધ ઉઠ્યો નથી. લોકડાઉન ઉઠતા પાણીની સમસ્યાને લઈને લોકો રસ્તે ઉતરે તો નવાઈ નહિ .

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code