ગંભીર@ધાનેરા: ગુટખાં માટે સોશિયલ ડિસ્ટન્સ ભુલ્યાં, લાંબી લાઇનો લાગી

અટલ સમાચાર,ધાનેરા (અંકુર ત્રિવેદી) કોરોના વાયરસને લઇ લોકડાઉનના ચોથા તબક્કામાં આંશિક છુટછાટ અપાતા લોકો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યાં હોવાના દ્રશ્યો ધાનેરાથી સામે આવ્યા છે. ધાનેરાની બજારોમાં વહેલી સવારથી હોલસેલની દુકાનોમાં વેપારીઓ અને નાની દુકાનોમાં ગુટખાંના બંધાણીઓની લાઇનો લાગે છે. ગુટખાં લેવા ભરબજારમાં લોકો માસ્ક વગર અને ખુલ્લેઆમ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહ્યા છે. અટલ સમાચાર આપના
 
ગંભીર@ધાનેરા: ગુટખાં માટે સોશિયલ ડિસ્ટન્સ ભુલ્યાં, લાંબી લાઇનો લાગી

અટલ સમાચાર,ધાનેરા (અંકુર ત્રિવેદી)

કોરોના વાયરસને લઇ લોકડાઉનના ચોથા તબક્કામાં આંશિક છુટછાટ અપાતા લોકો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યાં હોવાના દ્રશ્યો ધાનેરાથી સામે આવ્યા છે. ધાનેરાની બજારોમાં વહેલી સવારથી હોલસેલની દુકાનોમાં વેપારીઓ અને નાની દુકાનોમાં ગુટખાંના બંધાણીઓની લાઇનો લાગે છે. ગુટખાં લેવા ભરબજારમાં લોકો માસ્ક વગર અને ખુલ્લેઆમ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગંભીર@ધાનેરા: ગુટખાં માટે સોશિયલ ડિસ્ટન્સ ભુલ્યાં, લાંબી લાઇનો લાગી

બનાસકાંઠા જીલ્લાના ધાનેરામાં ગુટખાંના બંધાણીઓની લાંબી લાઇનો યથાવત છે. કોરોના વાયરસનો જાણે કોઇ ભય જ ના હોય તેમ લોકો ખુલ્લેઆમ માસ્ક પહેરી ફરતા જોવા મળી રહ્યા છે. આ સાથે હોલસેલ વેપારીઓને ત્યાં નાના વેપારીઓ અને બજારના નાના વેપારીઓને ત્યાં ગુટખાંના બંધાણીઓની દરરોજ લાંબી લાઇનો લાગે છે.

ગંભીર@ધાનેરા: ગુટખાં માટે સોશિયલ ડિસ્ટન્સ ભુલ્યાં, લાંબી લાઇનો લાગી

સુત્રોએ જણાવ્યુ હતુ કે, એજન્સી સંચાલકની વિનંતી છતાં ગુટખાંના બંધાણીઓની લાઇનો યથાવત છે. લોકડાઉનનો કડક અમલ કરાવવામાં તંત્રના દાવા પોકળ સાબિત થયા છે. તો ધાનેરાની બજારોમાં લોકો માસ્ક પહેર્યા વિના અને સોશિયલ ડિસ્ટન્સ ભુલી જાણે મેળો હોય તેમ ઉમટી પડ્યા હતા.