ગંભીર@ગાંધીનગર: એમ્બ્યુલન્સમાં 4 કથિત કોરોનાગ્રસ્ત મૃતદેહ, તાત્કાલિક તપાસ શરૂ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે આજે ગાંધીનગરમાં એક જ એમ્બ્યુલન્સમાં એકસાથે 4 કથિત કોરોનાગ્રસ્ત મૃતદેહોને લઇ જવામાં આવતા હોય તેવી તસવીર સામે આવી છે. આ તરફ છેલ્લા ત્રણ દિવસમાં સરકારી ચોપડે ગાંધીનગરમાં કોરોનાથી એકપણ મોત નોંધાયું ન હોવાની માહિતી મળી છે. આ તસવીર વાયરલ થયા બાદ અનેક સવાલો ઊભા થયા છે. આ મામલે રાજ્યના નાયબ
 
ગંભીર@ગાંધીનગર: એમ્બ્યુલન્સમાં 4 કથિત કોરોનાગ્રસ્ત મૃતદેહ, તાત્કાલિક તપાસ શરૂ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે આજે ગાંધીનગરમાં એક જ એમ્બ્યુલન્સમાં એકસાથે 4 કથિત કોરોનાગ્રસ્ત મૃતદેહોને લઇ જવામાં આવતા હોય તેવી તસવીર સામે આવી છે. આ તરફ છેલ્લા ત્રણ દિવસમાં સરકારી ચોપડે ગાંધીનગરમાં કોરોનાથી એકપણ મોત નોંધાયું ન હોવાની માહિતી મળી છે. આ તસવીર વાયરલ થયા બાદ અનેક સવાલો ઊભા થયા છે. આ મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગરની એમ્બ્યુલન્સમાં ચાર કથિત કોરોનાગ્રસ્ત મૃતદેહ લઈ જવા મામલે વાયરલ થયેલા ફોટાને લઇ રોગ્ય મંત્રી નીતિન પટેલે તપાસના આદેશ આપ્યા છે. આ સાથે ખોટા સમાચાર વાયરલ કરનારાઓને નોટિસ આપવાની સૂચના પણ તેઓએ આપી છે. ગાંધીનગર ખાતે કોરોનાના કેસની વાત કરવામાં આવે તો અહીં અત્યાર સુધી કુલ 6,347 કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ 99 લોકોનાં મોત થયા છે. 5,566 લોકોને સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

સુત્રોએ જણાવ્યું હતુ કે, કોરોનાના વધતા કેસોને લઈને આરોગ્ય મંત્રી નીતિન પટેલ આજે 108 ઇમરજન્સી કઠવાડા ઓફિસ ખાતે દોડી આવ્યા હતા. અહીં તેઓએ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કોરોનાના કેસ અમદાવાદ સહિત રાજ્યભરમાં જે રીતે વધી રહ્યા છે તેને જોતા રાજ્ય સરકાર અને આરોગ્યમંત્રી એકશન મોડમાં આવી ગયા છે. અમદાવાદ ખાતે નવી કિડની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવારની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યા બાદ બીજા દિવસે 108 ઇમરજન્સી સેવાઓનું નિરીક્ષણ આરોગ્ય મંત્રી નીતિન પટેલે કર્યું છે.