ગંભીર@ગાંધીનગર: નિગમની કચેરીના બાકીદારોને ડીઝલ નહી આપવા નિર્ણય

અટલ સમાચાર,ગાંધીનગર ગાંધીનગરના સેક્ટર 21માં આવેલા પેટ્રોલપંપ પર અનોખા પ્રકારની જાહેરાત લગાવેલા બોર્ડ જોવા મળ્યા હતા. સેક્ટર-21ના આ પેટ્રોલપંપે રાજ્ય સરકારના જુદા જુદા સરકારી વિભાગોની ગાડી નંબર સાથેના લીસ્ટ લગાવ્યું છે. જેમાં આ ગાડીઓ પેટ્રોલ અથવા ડીઝલ પુરાવવા આવે તો પહેલા આગળની બાકી રકમ ચૂકવવા સુચના આપવામાં આવી છે. છેલ્લા ત્રણ મહિનાથી સેક્ટર 21ના આ
 
ગંભીર@ગાંધીનગર: નિગમની કચેરીના બાકીદારોને ડીઝલ નહી આપવા નિર્ણય

અટલ સમાચાર,ગાંધીનગર

ગાંધીનગરના સેક્ટર 21માં આવેલા પેટ્રોલપંપ પર અનોખા પ્રકારની જાહેરાત લગાવેલા બોર્ડ જોવા મળ્યા હતા. સેક્ટર-21ના આ પેટ્રોલપંપે રાજ્ય સરકારના જુદા જુદા સરકારી વિભાગોની ગાડી નંબર સાથેના લીસ્ટ લગાવ્યું છે. જેમાં આ ગાડીઓ પેટ્રોલ અથવા ડીઝલ પુરાવવા આવે તો પહેલા આગળની બાકી રકમ ચૂકવવા સુચના આપવામાં આવી છે. છેલ્લા ત્રણ મહિનાથી સેક્ટર 21ના આ પેટ્રોલ પંપ પર નવ જેટલા સરકારી વિભાગના અધિકારી અને બોર્ડ નિગમના ચેરમેનની ગાડીના ડીઝલની ચૂકવણી બાકી હોવાથી પેટ્રોલ પમ્પ સંચાલક દ્વારા આ બોર્ડ લગાવવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગરમાં સરકારી ગાડીઓના ડીઝલના બીલ બાકી હોવાથી પેટ્રોલપંપ માલિકે ના છુટકે પેટ્રોલપંપ બહાર સ્ટીકર લગાવ્યા નથી. ડૉ.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેન ગૌતમ ગેડિયાની ગાડી એ છેલ્લા એક વરસથી ડીઝલના બીલ ચૂકવ્યા નથી. આ જ રીતે અન્ય વિભાગની આઠ જેટલી ગાડીઓના બિલ છેલ્લા ત્રણ મહિના અને છ મહિનાથી ચૂકવવામાં આવ્યા નથી.

ગંભીર@ગાંધીનગર: નિગમની કચેરીના બાકીદારોને ડીઝલ નહી આપવા નિર્ણય

સુત્રોએ જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકારના તમામ સરકારી વિભાગોની ગાડીઓ આ પેટ્રોલ પંપ પર ડીઝલ અને પેટ્રોલ ભરાવે છે. જેનુ અત્યાર સુધીનું પેટ્રોલ પંપનું બાકી બીલ ૩ કરોડની આસપાસ થાય છે. પેટ્રોલ પંપ સંચાલક જુદા જુદા સરકારી વિભાગોને બિલ ચૂકવવા માટે પત્ર લખે છે. પરંતુ અનેક વિભાગો એવા છે કે જે, પેટ્રોલ કે ડીઝલનું બિલ ચૂકવવાની તસ્દી લેતા નથી.