ગંભીર@ઇડર: કોરોનાકાળે ભવ્ય રાસગરબા, મોટી સંખ્યામાં ભીડ ઉમટી, 2 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ઇડર ઇડર તાલુકાના ગામે કોરોના કહેર વચ્ચે લગ્નપ્રસંગને લઇ રાસગરબાનું આયોજન કરનારા બે વ્યક્તિ સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. ગઇકાલે રાત્રે ગાયિકા કાજલ મહેરીયાનો રાસગરબાનો કાર્યક્રમ હોઇ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જ્યાં સરેઆમ લોકો માસ્ક વિના અને સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંખન જોવા મળ્યું હતુ. જેને લઇ ખુદ ઇડર પોલીસ ઇન્સ્પેક્ટરે
 
ગંભીર@ઇડર: કોરોનાકાળે ભવ્ય રાસગરબા, મોટી સંખ્યામાં ભીડ ઉમટી, 2 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ઇડર

ઇડર તાલુકાના ગામે કોરોના કહેર વચ્ચે લગ્નપ્રસંગને લઇ રાસગરબાનું આયોજન કરનારા બે વ્યક્તિ સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. ગઇકાલે રાત્રે ગાયિકા કાજલ મહેરીયાનો રાસગરબાનો કાર્યક્રમ હોઇ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જ્યાં સરેઆમ લોકો માસ્ક વિના અને સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંખન જોવા મળ્યું હતુ. જેને લઇ ખુદ ઇડર પોલીસ ઇન્સ્પેક્ટરે આયોજકો સામે પોલીસ ફરીયાદ નોંધાવી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગંભીર@ઇડર: કોરોનાકાળે ભવ્ય રાસગરબા, મોટી સંખ્યામાં ભીડ ઉમટી, 2 સામે ગુનો દાખલ
File Photo

સાબરકાંઠા જીલ્લાના ઇડર પંથકમાં ફરી એકવાર કોરોનાકાળે રાસગરબાનું આયોજન કરવા બદલ ફરીયાદ નોંધાઇ છે. અગાઉ લોકગાયિકા કિંજલ દવે બાદ હવે કાજલ મહેરીયાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જોકે નાઇટ પેટ્રોલિંગમાં રહેલી ઇડર PI  જે.એ.રાઠવાની ટીમે આકસ્મિક ઇડરના માથાસુર ગામે અવાજ અને લોકોને અવર-જવરને કારણે તપાસ કરતાં ચોંકી ઉઠ્યા હતા. આ તરફ તપાસ કરતાં ઇડરના માથાસુર ગામના વાઘજીભાઇ જીતાભાઇ પટેલના પુત્ર સ્વપ્નિલભાઇ વાઘજીભાઇ પટેલના લગ્ન કોઇ કાજલ મહેરીયાના રાસગરબાનો કાર્યક્રમ રાખ્યો હોવાનું ખુલ્યુ હતુ.

ગંભીર@ઇડર: કોરોનાકાળે ભવ્ય રાસગરબા, મોટી સંખ્યામાં ભીડ ઉમટી, 2 સામે ગુનો દાખલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સાબરકાંઠા જીલ્લામાં ફરી એકવાર કોરોનાકાળમાં રાસગરબાના આયોજનની ઘટના સામે આવી છે. કોરોનાના વધતાં જતાં કહેર વચ્ચે ઇડરના માથાસુર ગામે ભરતભાઇ જીતાભાઇ પટેલ અને વાઘજીભાઇ જીતાભાઇ પટેલે કાર્યક્રમનું આયોજન કરેલ હોઇ તેમની સાથે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. ખુદ ઇડર પોલીસ ઇન્સ્પેક્ટર જે.એ.રાઠવાએ આઇપીસી 188, 269 અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51(b) મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.