આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણામાં કોરોના સંક્રમણ હવે રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ હોય તેમ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી છે. આજે મહેસાણા જીલ્લામાં એકસાથે નવા 34 નવા દર્દીઓનો ઉમેરો થતાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે જીલ્લામાં આજે 9 લોકોએ કોરોનાને હરાવતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોના કેસો વધતાં હવે લોકો જાતે જ પોતાની જવાબદારી સમજી કામ સિવાય બહાર ના નિકળે અને માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તે જરૂરી બન્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણામાં આજે એકસાથે 34 લોકો કોરોના પોઝિટીવ જાહેર થતાં ખળભળાટ મચી ગયો છે. જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટછાટને કારણે દરરોજ નવા દર્દીઓનો ઉમેરો થઇ રહ્યો છે. આ તરફ જીલ્લામાં આજે ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે 34 લોકોનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તો જીલ્લામાં આજે નવા 9 દર્દીઓ કોરોના સામેની લડત જીતી જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોનાના એકસાથે નવા 34 કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આજે મહેસાણા શહેરમાં 6, મહેસાણા તાલુકામાં 1, કડી શહેરમાં 1, કડી તાલુકામાં 1, ઉંઝા શહેરમાં 1, ઉંઝા તાલુકામાં 10, વિસનગર શહેરમાં 9, વિસનગર તાલુકામાં 3, ખેરાલુ તાલુકામાં 1 અને વિજાપુર તાલુકામાં 1 મળી નવા 34 કેસ સામે આવ્યા છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે.

04 Aug 2020, 7:38 AM (GMT)

COVID-19 Global Stats

18,451,481 Total Cases
697,291 Death Cases
11,682,765 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code