ગંભીર@મહેસાણા: આજે નવા 36 કેસ સાથે કોરોના વિસ્ફોટ, 9 દર્દી સાજા થયા

અટલ સમાચાર, મહેસાણા કોરોના મહામારી વચ્ચે મહેસાણા જીલ્લામાં હવે સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ હોઇ લગભગ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આજે મહેસાણા જીલ્લામાં એકસાથે નવા 36 દર્દી ઉમેરાતાં સંબંધિતોમાં ફફડાટનું વાતાવરણ બન્યુ છે. આ તરફ આજે સૌથી વધુ કેસ જીલ્લાના શહેરી વિસ્તારમાં આવ્યા હોવાથી શહેરોમાં સંક્રમણ કાબૂ બહાર ગયુ
 
ગંભીર@મહેસાણા: આજે નવા 36 કેસ સાથે કોરોના વિસ્ફોટ, 9 દર્દી સાજા થયા

અટલ સમાચાર, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે મહેસાણા જીલ્લામાં હવે સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ હોઇ લગભગ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આજે મહેસાણા જીલ્લામાં એકસાથે નવા 36 દર્દી ઉમેરાતાં સંબંધિતોમાં ફફડાટનું વાતાવરણ બન્યુ છે. આ તરફ આજે સૌથી વધુ કેસ જીલ્લાના શહેરી વિસ્તારમાં આવ્યા હોવાથી શહેરોમાં સંક્રમણ કાબૂ બહાર ગયુ હોવાનું સ્પષ્ટ બન્યુ છે. તો આજે મહેસાણા શહેરમાં જ એકસાથે નવા 12 કેસ સામે આવ્યા છે. આ તરફ જીલ્લામાં આજે નવા 9 દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લામાં આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે નવા 36 દર્દી ઉમેરાયા છે. આજે મહેસાણા શહેરમાં જ 12 અને મહેસાણા તાલુકાના પાલાવાસણા અને કરશનપુરામાં 1-1 કેસ સામે આવ્યો છે. આ સાથે કડી શહેરમાં 4 કડી તાલુકાના કરણનગરમાં 3 કેસ નોંધાયા છે. તો ઊંઝા શહેરમાં 3 અને ઊંઝાના ઐઠોર અને ઉનાવામાં 1-1 અને કહોડામાં 3 કેસ, વિસનગર શહેરમાં 1 અને વિસનગર તાલુકાના દઢીયાળમાં 1 કેસ સામે આવ્યો છે.

ગંભીર@મહેસાણા: આજે નવા 36 કેસ સાથે કોરોના વિસ્ફોટ, 9 દર્દી સાજા થયા
જાહેરાત

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અનલોકમાં મળેલી છૂટને કારણે ક્યાંક ને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહિ કરવા અને માસ્ક નહિ પહેરવાને કારણે સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યુ છે. આ તરફ આજે જોટાણા તાલુકાના ધોળાસણ અને જોટાણામાં 1-1‌, વિજાપુર તાલુકાના કુકરવાડા અને રણાસણમાં પણ 1-1 મળી જીલ્લામાં નવા 36 કેસ સામે આવ્યા છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન અંતર્ગત તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને ક્વોરેન્ટાઇન કરવા કવાયત હાથ ધરાઇ છે.