ગંભીર@મહેસાણા: કોરોનાનો હાહાકાર મચ્યો, એકસાથે 20 કેસ ખુલતાં હડકંપ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જીલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યામાં દૈનિક ધોરણે વિસ્ફોટ થઇ રહ્યો હોય તેમ આજે એકસાથે 20 કોરોના દર્દી સામે આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આજે નોંધાયેલા 20 કેસ પૈકી 3 અમદાવાદ, 3 મહેસાણા, 1 ગાંધીનગર અને 12 દર્દીઓને હોમ આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. પોઝિટીવ દર્દીઓની હીસ્ટ્રીને પગલે સરેરાશ
 
ગંભીર@મહેસાણા: કોરોનાનો હાહાકાર મચ્યો, એકસાથે 20 કેસ ખુલતાં હડકંપ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જીલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યામાં દૈનિક ધોરણે વિસ્ફોટ થઇ રહ્યો હોય તેમ આજે એકસાથે 20 કોરોના દર્દી સામે આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આજે નોંધાયેલા 20 કેસ પૈકી 3 અમદાવાદ, 3 મહેસાણા, 1 ગાંધીનગર અને 12 દર્દીઓને હોમ આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. પોઝિટીવ દર્દીઓની હીસ્ટ્રીને પગલે સરેરાશ 35 થી વધુ શંકાસ્પદ બને તેવી સંભાવના છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના શહેર અને ગ્રામ્ય પંથકમાં આજે કોરોના વાયરસના 15 દર્દીનો ખુલાસો થયો છે. જેમાં મહેસાણા શહેર-10, ભાસરીયા અને આખજમાં 1-1, કડી શહેરમાં 6, કડીના કુંડાળમાં-1 અને બેચરાજીના ચેતાસણમાં 1 મળી નવા 20 કેસ સામે આવ્યા છે. જેમાં દર વખતની માફક સૌથી વધુ મહેસાણા અને કડી શહેરમાં કોરોના વાયરસનો ત્રાસ અવિરત બન્યો છે. નવા કેસોને પગલે જીલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના 405 કેસો નોંધાયા છે.

ગંભીર@મહેસાણા: કોરોનાનો હાહાકાર મચ્યો, એકસાથે 20 કેસ ખુલતાં હડકંપ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અનલોકમાં મળેલી છૂટને કારણે આવન-જાવન બેફામ બનતાં દરરોજ નવા કેસો સામે આવતાં સંક્રમણનો ફેલાવો અટકાવવો જરૂરી બન્યો છે. મહેસાણા જિલ્લામાં આજરોજ 134 સેમ્પલનું રીઝલ્ટ આવેલ છે. જેમાંથી 118 સેમ્પલનું રીઝલ્ટ નેગેટીવ છે અને 15 સેમ્પલ રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. આજરોજ સુધી કુલ 303 સેમ્પલના રીઝલ્ટ પેન્ડીંગ છે તેમજ આજ રોજ 4 દર્દી સાજા થતા હોસ્પીટલમાંથી રજા આપવામાં આવેલ છે. હાલમાં કુલ નોંધાયેલ પોઝીટીવ કેસ 405 પૈકી એકટીવ કેસ 134 છે અને 238 કેસ ડિસ્ચાર્જ કરેલ છે તેમજ ખાનગી લેબ ખાતે 4 પોઝીટીવ નોંધાયેલ છે.