ગંભીર@મહેસાણા: અચાનક જેલમાં પડી રેઈડ, મોબાઇલ જોઇ અધિકારી ચોંક્યા, તાત્કાલિક ફરિયાદ દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણા જિલ્લા જેલના પારદર્શક વહીવટને લગત મોટા સમાચાર સામે આવ્યા છે. જેલ વિભાગના અધિકારીઓની તપાસ ટીમ અચાનક મહેસાણા સબ જેલમાં પહોંચી હતી. આ દરમ્યાન બેરેક નં. 2 નજીક બિનવારસી હાલતમાં મોબાઇલ ફોન જોઇ કર્મચારીઓ ચોંકી ગયા હતા. બે સિમકાર્ડ વાળો મોબાઇલ ફોન તાત્કાલિક કબજે લઈ તપાસ શરૂ કરી છે. જેમાં
 
ગંભીર@મહેસાણા: અચાનક જેલમાં પડી રેઈડ, મોબાઇલ જોઇ અધિકારી ચોંક્યા, તાત્કાલિક ફરિયાદ દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા જિલ્લા જેલના પારદર્શક વહીવટને લગત મોટા સમાચાર સામે આવ્યા છે. જેલ વિભાગના અધિકારીઓની તપાસ ટીમ અચાનક મહેસાણા સબ જેલમાં પહોંચી હતી. આ દરમ્યાન બેરેક નં. 2 નજીક બિનવારસી હાલતમાં મોબાઇલ ફોન જોઇ કર્મચારીઓ ચોંકી ગયા હતા. બે સિમકાર્ડ વાળો મોબાઇલ ફોન તાત્કાલિક કબજે લઈ તપાસ શરૂ કરી છે. જેમાં જેલ અધિકારીએ સમગ્ર બાબતે ગંભીરતાથી લઈ મોબાઇલ ફોન કોણ લાવ્યું અને કોણે ઉપયોગ કર્યો તેની તપાસ માટે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે આઇપીસી અને જેલ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

ગંભીર@મહેસાણા: અચાનક જેલમાં પડી રેઈડ, મોબાઇલ જોઇ અધિકારી ચોંક્યા, તાત્કાલિક ફરિયાદ દાખલ

મહેસાણા જિલ્લા જેલમાં અચાનક જેલર ગૃપની ટીમ તપાસ અર્થે પહોંચી હતી. જેમાં મોબાઇલ મળી આવ્યો હોવાનો ઘટસ્ફોટ સામે આવતાં હડકંપ મચી ગયો છે. મહેસાણા જિલ્લા જેલની બપોર બાદ ઝડતી ચકાસણી કરવામાં આવી હતી. તે દરમ્યાન બેરેક નંબર-02 મા પ્રવેશતાં ડાબી બાજુ આવેલ પ્રથમ સંડાસના પોખરામાંથી કેચાડા કંપનીનો મોબાઇલ ફોન નંગ-01 તપાસ ટીમની હાજરીમાં બિનવારસી શોધી લીધો હતો. આ પછી અન્ય યાર્ડ તથા બેરેકોની ઝડતી પુર્ણ કરી જ્યુડીશીયલ શાખામાં આવી મળી આવેલ મોબાઇલ ફોનની તપાસ કરી હતી. કાળા કલરનો કેચાડા કંપનીનો બે સિમકાર્ડની સ્પેસવાળો બેટરી સાથેનો તથા સિમકાર્ડ વગરનો ચાલુ હાલતમાં છે. મોબાઇલ ફોનની કરવામાં આવે તો ઘણી બાબતોનો ખુલાસો થઇ શકે તેમ હોઇ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મોબાઇલ ફોન કયા કયા આરોપીઓએ અનઅધિકૃત ઉપયોગ કરેલ છે કે કેમ ? તેમજ આ મોબાઇલ ફોન દ્વારા ગુનાહિત પ્રવૃતિ કરવામાં આવેલ છે કે કેમ ? મોબાઇલ ફોન જેલની અંદર કેવી રીતે ઘુસાડવામાં આવેલ છે તેમજ જેલ ખાતાના કોઇ કર્મચારી કે અન્ય કોઇ સંડોવાયેલ છે કે કેમ ? આ અંગે ઉંડાણપુર્વકની તપાસમાં જે કોઇ કેદી / આરોપીઓના નામ ખુલે તે ઇસમો વિરૂધ્ધ ઇ.પી.કો કલમ 188 તથા પ્રિઝન એક્ટની કલમ 42, 43(12) અને 45(12) મુજબ ગુનો દાખલ કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા શહેરના લાયન્સ હોસ્પિટલ રોડ પર આવેલ સબ જેલમાં મોબાઇલ મળી આવ્યો તે ઘટના અનેક સવાલો ઉભા કરે છે. આથી તપાસ ટીમે જેલમાં મોબાઇલ મોકલનાર અને મંગાવનારથી માંડીને તેનો ઉપયોગ કરવા સહિતની તપાસ શરૂ થઈ છે. આવી સ્થિતિમાં જેલમાં બંધ આરોપીઓ અને જેલ ખાતાના કર્મચારીઓની ભૂમિકા અંગે તપાસ બાદ હકીકતલક્ષી બાબતો સામે આવશે.