ગંભીર@મોડાસા: ફળીયાની મહિલાઓને રીક્ષામાં કેમ બેસાડ્યાં ? તેવું કહી ઇસમોએ યુવકને માર માર્યો

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા મોડાસા તાલુકાના ગામે અમારા ફળીયાને મહિલાઓને કેમ રીક્ષામાં બેસાડી હતી ? તેમ કહી યુવકને માર માર્યાની ઘટના સામે આવી છે. ધૂળેટીના દિવસે બપોરના સમયે ગામના કેટલાંક ઇસમો ફરીયાદીના દિયરને આવી ગાળાગાળી કરતાં હતા. જેમાં તું કેમ અમારા ફળીયાની મહિલાઓને તારી રીક્ષામાં બેસાડે છે ? તેમ કહી ગાળાગાળી કરી યુવકને માર
 
ગંભીર@મોડાસા: ફળીયાની મહિલાઓને રીક્ષામાં કેમ બેસાડ્યાં ? તેવું કહી ઇસમોએ યુવકને માર માર્યો

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

મોડાસા તાલુકાના ગામે અમારા ફળીયાને મહિલાઓને કેમ રીક્ષામાં બેસાડી હતી ? તેમ કહી યુવકને માર માર્યાની ઘટના સામે આવી છે. ધૂળેટીના દિવસે બપોરના સમયે ગામના કેટલાંક ઇસમો ફરીયાદીના દિયરને આવી ગાળાગાળી કરતાં હતા. જેમાં તું કેમ અમારા ફળીયાની મહિલાઓને તારી રીક્ષામાં બેસાડે છે ? તેમ કહી ગાળાગાળી કરી યુવકને માર મારતાં તેને બુમાબુમ કરતાં ફરીયાદી સહિતના દોડી આવ્યા હતા. આ તરફ ઇસમોએ જતાં જતાં યુવકને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં તેમના ભાભીએ ગામના જ 4 ઇસમ સામે મોડાસા રૂરલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ગાજણ ગામે નજીવી બાબતે યુવકને માર માર્યાની ઘટના સામે આવી છે. ગાજણના સુશિલાબેન પ્રકાશસિંહ વાઘેલાએ નોંધાવેલ ફરીયાદ મુજબ, ગઇકાલે ધૂળેટીના દિવસે બપોરે તેઓ પરિવાર સાથે હાજર હતા. આ દરમ્યાન તેમની દુકાન નજીક ગામના કમલેશસિંહ શેતાનસિંહ પરમાર, જશવંતસિંહ કાળુસિંહ પરમાર, મુકેશસિંહ શેતાનસિંહ પરમાર અને રમેશસિંહ બાલુસિંહ પરમાર આવી પહોંચ્યાં હતા. જ્યાં ઇસમોએ તેમના દિયર અરવિંદભાઇને તે અમારા ફળીયાની મહિલાઓને તારી રીક્ષામાં કેમ બેસાડેલ ? તેમ કહી ગાળાગાળી કરી માર માર્યો હતો.

ગંભીર@મોડાસા: ફળીયાની મહિલાઓને રીક્ષામાં કેમ બેસાડ્યાં ? તેવું કહી ઇસમોએ યુવકને માર માર્યો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, નજીવી બાબતે ગામ જ ઇસમોએ યુવકને ગાળો બોલી માર મારતાં ફરીયાદ નોંધાઇ છે. ઇસમોએ લાકડી વડે અને ગડદાપાટુનો માર મારતાં તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. આ તરફ યુવકની બુમો સાંભળી ફરીયાદી સહિત પરિવારજનોએ વચ્ચે પડી વધુ મારમાંથી છોડવાતાં ઇસમોએ જતાં-જતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને લઇ સુશિલાબેને ગામના જ ચાર ઇસમ સામે મોડાસા રૂરલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે તમામ ઇસમો સામે આઇપીસી 323, 504, 506(2), 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.