ગંભીર@નર્મદા: SOUમાં CISFના 22 જવાનો સહિત એકસાથે 50 કર્મચારીને કોરોના

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુ તરીકે બિરૂદ પામાનર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કોરોના બ્લાસ્ટ થયો છે. અહીંના નર્મદા નિગમના 50 કર્ચમારી કોરોના પોઝિટિવ થયા છે. 9 સપ્ટેમ્બરના રોજ 2800 કર્મચારીઓનો ટેસ્ટ કરાયો હતો. જેમાંથી 50 કર્મચારી પોઝિટિવ હોવાનું ખૂલ્યું છે. આ 50 પોઝિટિવ પૈકી સીઆઇએસએફના 22 જવાનો અને અન્ય ખાનગી એજન્સીના
 
ગંભીર@નર્મદા: SOUમાં CISFના 22 જવાનો સહિત એકસાથે 50 કર્મચારીને કોરોના

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુ તરીકે બિરૂદ પામાનર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કોરોના બ્લાસ્ટ થયો છે. અહીંના નર્મદા નિગમના 50 કર્ચમારી કોરોના પોઝિટિવ થયા છે. 9 સપ્ટેમ્બરના રોજ 2800 કર્મચારીઓનો ટેસ્ટ કરાયો હતો. જેમાંથી 50 કર્મચારી પોઝિટિવ હોવાનું ખૂલ્યું છે. આ 50 પોઝિટિવ પૈકી સીઆઇએસએફના 22 જવાનો અને અન્ય ખાનગી એજન્સીના કર્મચારીઓનો સમાવેશ થાય છે. પોઝિટિવ કર્મચારીઓને કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. તો સાથે જ આ કર્મચારીઓના સંપર્કમાં આવનાર વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આગામી 31 ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ શકે તેવી શક્યતા છે. ત્યારે તેમની મુલાકાત પહેલા તકેદારીના ભાગરૂપે તમામ કર્મચારીઓનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડાયેલા 2800 કર્મચારીઓ અધિકારીઓનો કોરોના ટેસ્ટ કરાયો હતો. જેમાં સૌથી પહેલા 1800 કર્મચારીઓનો રિપોર્ટ આવ્યો છે. તેમાથી 9 કોરોના પોઝિટિવ આવ્યા હતા. બાકીના 1000 કર્મચારીઓનો રિપોર્ટ આવવાનો બાકી હતો. જે આવતા સ્ટેચ્યુ પાસે જાણે કોરોના વિસ્ફોટ થયો હતો.