ગંભીર@પાલનપુર: યુવતિનો સંપર્ક કરાવી શિક્ષક પાસેથી 7.50 લાખ પડાવ્યાની FIR

અટલ સમાચાર,પાલનપુર દાંતીવાડા તાલુકાની સરકારી શાળામાં ફરજ બજાવતાં શિક્ષક સાથે ગંભીર પ્રકારની ઘટના બની હોવાની ફરીયાદ દાખલ થઇ છે. સ્થાનિક ઇસમોએ શિક્ષક સાથે યુવતિનો સંપર્ક કરાવી વિશ્વાસમાં લઇ બ્લેકમેલ કર્યાનો ગુનો દાખલ થયો છે. જેમાં યુવતિને કારમાં ફરવા લઇ ગયા બાદ પરત ફરતાં ઉલટી થઇ હોવાનું જણાવતાં પૂર્વ આયોજીત કાવતરાં આધારે છ ઇસમો સ્થળ પર
 
ગંભીર@પાલનપુર: યુવતિનો સંપર્ક કરાવી શિક્ષક પાસેથી 7.50 લાખ પડાવ્યાની FIR

અટલ સમાચાર,પાલનપુર

દાંતીવાડા તાલુકાની સરકારી શાળામાં ફરજ બજાવતાં શિક્ષક સાથે ગંભીર પ્રકારની ઘટના બની હોવાની ફરીયાદ દાખલ થઇ છે. સ્થાનિક ઇસમોએ શિક્ષક સાથે યુવતિનો સંપર્ક કરાવી વિશ્વાસમાં લઇ બ્લેકમેલ કર્યાનો ગુનો દાખલ થયો છે. જેમાં યુવતિને કારમાં ફરવા લઇ ગયા બાદ પરત ફરતાં ઉલટી થઇ હોવાનું જણાવતાં પૂર્વ આયોજીત કાવતરાં આધારે છ ઇસમો સ્થળ પર આવી ગયા હતા. જેમાં યુવતિ બિમાર પડી અને ત્યાર બાદ દવા પી લીધી હોવાનું જણાવી કુલ 7.50 લાખની રકમ પડાવી લીધી હોવાની શિક્ષકે ફરીયાદ દાખલ કરાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડાની એક સરકારી શાળાના શિક્ષક સાથે હનીટ્રેપની ઘટના સામે આવી છે. ગત દિવસોએ આરોપીઓએ અગાઉથી ગુનાહિત કાવતરૂ રચી ફરીયાદી માટે છોકરી મોકલી અને આબુરોડ ફરવા મોકલ્યા હતા. જ્યાં પરત ફરતી વખતે છોકરીએ ઉલટી કરવા ગાડી ઉભી રખાવતાં પાછળથી 2 ગાડીમાં અજાણ્યા ઇસમોએ આવી ફરીયાદીને બળજબરીથી ગાડીની પાછળની સીટમાં બેસાડ્યા હતા. આ તરફ આરોપીઓએ ફરીયાદીને જાનથી મારી નાંખી ધમકી આપી અને એક ઇસમે ઝાલા સાહેબના નામે પોલીસ તરીકેની ઓળખ આપી 10 લાખની માંગણી કરી અને 4 લાખમાં નક્કી કરી ડીસામાંથી ફરીયાદીના એટીએમ મારફતે 20,000 પડાવ્યા હોવાનું ફરીયાદમાં લખાવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ દરમ્યાન ઝાલા સાહેબ નામના માણસે ફરીયાદીની શાળામાં જઇ છોકરીએ ઝેર પીધેલ હોવાનું જણાવી પતાવટ કરવા બીજા 2 લાખ લઇ લીધા હતા. જે બાદ છોકરી મરણ પામી હોવાનું કહી મર્ડર કેસ કરવાની ધમકી આપી ફરીયાદી પાસે ફરી એકવાર 1,30,000 કઢાવી લઇ અને તમામ આરોપીઓએ ફરીયાદીને છોકરી બાબતે ગુનાના આરોપના ભયમાં મુકી બળજબરીથી કઢાવી લઇ ફરી દલીત જાતીના હોવાનું જાણતાં હોવા છતાં જાતિ અપમાનિત શબ્દો મોલી કુલ કિ.રૂ. 7,50,000 બ્લેકમેઇલીંગ કરી પડાવી લીધા હોવાથી ફરીયાદ પાલનપુર પ‌શ્વિમ પોલીસ મથકે નોંધાવી છે.

ગંભીર@પાલનપુર: યુવતિનો સંપર્ક કરાવી શિક્ષક પાસેથી 7.50 લાખ પડાવ્યાની FIR

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આરોપી ઇસમોએ ભેગા મળી શિક્ષકની વિગતો મેળવી મોટી રકમ પડાવવા ગુનાહિત કાવતરૂ રચ્યુ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યુ છે. જેમાં શિક્ષકને યુવતિ સાથે સંપર્કમાં લાવી કારમાં એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી નક્કી કરેલ સમય અને સ્થળે આરોપી ઇસમો આવી જાય છે. આ પછી યુવતિની તબિયત અને બનાવટી આપઘાતના કારણો રજૂ કરી આરોપી ઇસમો તબક્કાવાર રકમ પડાવી હોવાની ફરીયાદ દાખલ થઇ છે. જેમાં સૌથી મોટી વાત સામે આવી છે કે, આરોપી પૈકી એક ઇસમ સાહેબ હોવાનો ડર બતાવી બ્લેકમેલ કરી પૈસા પડાવ્યા હોવાનું ફરીયાદમાં લખાવ્યું છે.

આ લોકો સામે નોંધાવી ફરીયાદ

  • ચન્દ્રકાંત ઉર્ફે ટીનાભાઇ
  • અહેસાનખાન
  • તેજસ ઉર્ફે ટોની
  • શાહરૂખખાન
  • બીજા બે અજાણ્યા શખ્સો