ગંભીર@પાટણ: એક જ સભાના 2 એજન્ડા કાઢ્યા શિક્ષણ, આરોગ્યમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ

અટલ સમાચાર, પાટણ પાટણ જિલ્લા પંચાયતની સોમવારે મળેલી સામાન્ય સભા અત્યંત રસપ્રદ અને ચોકાવનારી બની હતી. એક જ સભાના બે એજન્ડા કાઢ્યા હોવાની ગંભીર બાબત સામે આવી હતી. કોગ્રેસી સભ્ય પ્રવીણ રાઠોડે અલગ અલગ સમયનાં બે એજન્ડા કેમ બનાવ્યા તેવો સવાલ કર્યો હતો. આ સાથે શિક્ષણ અને આરોગ્ય શાખામાં ભયંકર ભ્રષ્ટાચારના આક્ષેપો કરતાં ખળભળાટ મચી
 
ગંભીર@પાટણ: એક જ સભાના 2 એજન્ડા કાઢ્યા શિક્ષણ, આરોગ્યમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લા પંચાયતની સોમવારે મળેલી સામાન્ય સભા અત્યંત રસપ્રદ અને ચોકાવનારી બની હતી. એક જ સભાના બે એજન્ડા કાઢ્યા હોવાની ગંભીર બાબત સામે આવી હતી. કોગ્રેસી સભ્ય પ્રવીણ રાઠોડે અલગ અલગ સમયનાં બે એજન્ડા કેમ બનાવ્યા તેવો સવાલ કર્યો હતો. આ સાથે શિક્ષણ અને આરોગ્ય શાખામાં ભયંકર ભ્રષ્ટાચારના આક્ષેપો કરતાં ખળભળાટ મચી ગયો હતો. સભા બાદ જિલ્લા સદસ્યે બાલસખા યોજનામાં ગેરરીતિનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેને પગલે જિલ્લા પંચાયતના વહીવટ સામે અનેક સવાલો ઉભા થયા છે.

પાટણ જિલ્લા પંચાયતના હાલના કોગ્રેસી,ભાજપી સહિતના સદસ્યો માટે આજે અંતિમ સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં સભાનો સમય અને તેની ખરાઇ બાબતે સૌથી મોટો ઘટસ્ફોટ થયો હતો. સભાનો સમય પ્રથમ 11:30 અને ત્યારબાદ બદલીને 12:00 વાગ્યાનો કર્યો હોવા સામે સવાલો થયા હતા.

કુણઘેર બેઠકના સદસ્ય પ્રવીણ રાઠોડે અચાનક બે એજન્ડા કાઢી “સાચો કયો” તેવો સવાલ કરતાં હડકંપ મચી ગયો હતો. આ પછી શિક્ષણ શાખા વિરુદ્ધ મોટો સવાલ અને આક્ષેપો કર્યા હતા. જેમાં અનેક શિક્ષકોના ખોટા સીસીસી સર્ટીફિકેટ આવ્યા હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો હતો. આ દરમ્યાન બાલસખા સહિતની યોજનામાં ગંભીર પ્રકારના ભ્રષ્ટાચાર થયા હોવાનો આરોપ મૂકી વિગતો માંગી હતી. જેથી આરોગ્ય અધિકારીએ 10 દિવસમાં વિગતો રજૂ કરવા જણાવ્યું હતું. સભાને અંતે પ્રવીણ રાઠોડે મિડિયાને જણાવ્યું હતું કે, બાલસખા યોજનામાં કરોડોની ગેરરીતિ થઈ હોઇ સચિવને રજૂઆત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગંભીર@પાટણ: એક જ સભાના 2 એજન્ડા કાઢ્યા શિક્ષણ, આરોગ્યમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ
સૂત્રોએ જણાવ્યું હતું કે, સામાન્ય સભા બાદ કોગ્રેસના સભ્યે બાંધકામ, શિક્ષણ અને આરોગ્ય સહિતની શાખાઓમાં ગેરરીતિના સૌથી મોટા આક્ષેપ કર્યા હતા. આવી સ્થિતિમાં પાટણ જિલ્લા પંચાયતના પારદર્શક વહીવટ વિરુદ્ધ અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. અગાઉ ગણતરીના મહિનાઓમાં ગેરરીતિની રજૂઆતો બાદ થયેલી તપાસ અને તેના પરિણામો વધુ રસપ્રદ અને ચોકાવનારા બન્યા હોવાનું પણ સામે આવ્યું છે.