ગંભીર@પાટણ: યુનિવર્સિટીમાં કારકૂનની ભરતીમાં નામજોગ સેટિંગની રજૂઆત

અટલ સમાચાર,પાટણ ગઇકાલે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કની 25 જગ્યાઓ માટે ભરતી પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 11 જેટલા પરીક્ષાર્થીઓએ ઓએમઆર શીટ કોરી છોડી હોવાના આક્ષેપ સાથે ગેરરીતિની આશંકા વ્યક્ત કરતા ફરીથી ભરતી પરીક્ષા વિવાદમાં સપડાઇ હતી. જેને લઇ આજે પરીક્ષાર્થીઓએ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા કાયમી જુનિયર
 
ગંભીર@પાટણ: યુનિવર્સિટીમાં કારકૂનની ભરતીમાં નામજોગ સેટિંગની રજૂઆત

અટલ સમાચાર,પાટણ

ગઇકાલે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કની 25 જગ્યાઓ માટે ભરતી પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 11 જેટલા પરીક્ષાર્થીઓએ ઓએમઆર શીટ કોરી છોડી હોવાના આક્ષેપ સાથે ગેરરીતિની આશંકા વ્યક્ત કરતા ફરીથી ભરતી પરીક્ષા વિવાદમાં સપડાઇ હતી. જેને લઇ આજે પરીક્ષાર્થીઓએ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

ગંભીર@પાટણ: યુનિવર્સિટીમાં કારકૂનની ભરતીમાં નામજોગ સેટિંગની રજૂઆત

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા કાયમી જુનિયર ક્લાર્કની 25 જગ્યાઓ માટે રવિવારે યુનિવર્સિટીમાં ભરતી પરીક્ષા લેવામાં આવી હતી.

જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 11 જેટલા પરીક્ષાર્થીઓએ ઓએમઆર શીટ કોરી છોડી હોવાના આક્ષેપ સાથે ગેરરીતિની આશંકા પરીક્ષાર્થીઓએ વ્યક્ત કરતા વિવાદ સર્જાયો હતો. સત્તાધીશોના સંપર્ક ધરાવતા માણસોની ભરતી કરવા માટે આ થયું હોવાની શંકા વ્યક્ત કરી હતી.

ગંભીર@પાટણ: યુનિવર્સિટીમાં કારકૂનની ભરતીમાં નામજોગ સેટિંગની રજૂઆત

પરીક્ષાર્થીઓએ આજે સોમવારે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ ઉમટીને આવેદનપત્ર આપ્યુ હતુ. તેમને આક્ષેપ કર્યા હતા કે, જુનિયર ક્લાર્કની પરીક્ષામાં યુનિવર્સિટીના સત્તાધીશોના સંપર્કમાં છે તેવા પરીક્ષાર્થીઓએ તેમની ઓએમઆર શીટ કોરી રાખી છે. જેમાં 11 જેટલા પરીક્ષાર્થીઓએ ઓએમઆર શીટ કોરી છોડી હોવાથી ગેરરીતિની આશંકા છે. આ બાબતે બંધ કવરમાં પરીક્ષાર્થીઓના નામ સાથે કલેકટરને રજૂઆત કરાઇ છે. નોંધનિય છે કે, આ પરીક્ષામાં કુલ 1599 ઉમેદવારો પૈકી 1003 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાં 596 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.