ગંભીર@પાટણ: યુનિવર્સિટીએ પુન:મુલ્યાંકનનો હક્ક છીનવી લેતાં પોસ્ટકાર્ડ આંદોલન

અટલ સમાચાર,મહેસાણા પાટણ સ્થિત યુનિવર્સિટી દ્રારા આગામી શૈક્ષણિક સત્ર માટે પુન:મુલ્યાંકનનો હક્ક છીનવી લેવામાં આવ્યો છે. મેડીકલ અને પેરામેડીકલના વિદ્યાર્થીઓ માટે અગાઉથી ચાલતી પુન:મુલ્યાંકનની બાબત ઠરાવથી દૂર કરવામાં આવી છે. જેમાં હવે માત્ર અંતિમ વર્ષનું પુન:મુલ્યાંકન યથાવત રાખતા વિદ્યાર્થીઓ લાલઘૂમ બન્યા છે. યુનિવર્સિટી સંલગ્ન બરોડા સ્થિત કોલેજના વિદ્યાર્થીઓ હવે પોસ્ટકાર્ડ દ્રારા રજૂઆત કરી આંદોલન ચલાવી
 
ગંભીર@પાટણ: યુનિવર્સિટીએ પુન:મુલ્યાંકનનો હક્ક છીનવી લેતાં પોસ્ટકાર્ડ આંદોલન

અટલ સમાચાર,મહેસાણા

પાટણ સ્થિત યુનિવર્સિટી દ્રારા આગામી શૈક્ષણિક સત્ર માટે પુન:મુલ્યાંકનનો હક્ક છીનવી લેવામાં આવ્યો છે. મેડીકલ અને પેરામેડીકલના વિદ્યાર્થીઓ માટે અગાઉથી ચાલતી પુન:મુલ્યાંકનની બાબત ઠરાવથી દૂર કરવામાં આવી છે. જેમાં હવે માત્ર અંતિમ વર્ષનું પુન:મુલ્યાંકન યથાવત રાખતા વિદ્યાર્થીઓ લાલઘૂમ બન્યા છે. યુનિવર્સિટી સંલગ્ન બરોડા સ્થિત કોલેજના વિદ્યાર્થીઓ હવે પોસ્ટકાર્ડ દ્રારા રજૂઆત કરી આંદોલન ચલાવી રહ્યા છે.

ગંભીર@પાટણ: યુનિવર્સિટીએ પુન:મુલ્યાંકનનો હક્ક છીનવી લેતાં પોસ્ટકાર્ડ આંદોલન

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિએ વિશેષ આગ્રહ કરી કારોબારીમાં વિદ્યાર્થીઓને લગત ઠરાવ કરાવ્યો છે. જેમાં મેડીકલ અને પેરામેડીકલ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને પુન:મુલ્યાંકન અરજી કરવા માટે મનાઇ કરી દેવામાં આવી છે. બંને અભ્યાસક્રમમાં અંતિમ વર્ષના જ વિદ્યાર્થીઓ પરીક્ષા પરિણામની સામે અરજી કરી શકશે. આવી સ્થિતિમાં અંતિમ વર્ષ સિવાયના વિદ્યાર્થીઓ નારાજ બની પુન:મુલ્યાંકન આપવા માંગ કરી રહ્યા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બરોડા શહેરમાં આવેલી યુનિવર્સિટી સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓએ શરૂઆતમાં રજૂઆત કરી હતી. જોકે યુનિવર્સિટી નહિ માનતા વિદ્યાર્થીઓએ પુન:મુલ્યાંકનનો હક્ક લેવા પોસ્ટકાર્ડ મારફત રજૂઆત કરી આંદોલન યથાવત રાખ્યુ છે.

ગંભીર@પાટણ: યુનિવર્સિટીએ પુન:મુલ્યાંકનનો હક્ક છીનવી લેતાં પોસ્ટકાર્ડ આંદોલન
Advertise

ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાય વર્ષોથી મેડિકલ અને પેરામેડિકલમાં પુન:મુલ્યાંકનની વ્યવસ્થા હતી પરંતુ તાજેતરમાં યુનિવર્સિટીના સત્તાધિશોએ ફેરફાર કરતા વિદ્યાર્થીઓ મુંઝાયા છે.

ગંભીર@પાટણ: યુનિવર્સિટીએ પુન:મુલ્યાંકનનો હક્ક છીનવી લેતાં પોસ્ટકાર્ડ આંદોલન