ગંભીર@પાટણ: વકીલે નામજોગ આક્ષેપ કરી જીવનું જોખમ હોઇ પોલીસ સુરક્ષા માંગી, વીડિયો વાયરલ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ પાટણમાં એક વકિલે સોશિયલ મીડિયામાં વીડિયો જાહેર કરી પાંચ લોકોથી તેમને જીવનો ખતરો હોવાનું કહ્યુ છે. અગાઉ તેમને ડીજીપીને પત્ર લખી આ પાંચ ઇસમોની અટકાયત કરવા માંગ કરી હતી. જે બાદમાં ઇસમોને તપાસમાં બોલાવ્યા બાદ તપાસ અધિકારીએ એરેસ્ટ મેમો નહીં ભર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જેને લઇ તેમને એસપીને મળી
 
ગંભીર@પાટણ: વકીલે નામજોગ આક્ષેપ કરી જીવનું જોખમ હોઇ પોલીસ સુરક્ષા માંગી, વીડિયો વાયરલ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણમાં એક વકિલે સોશિયલ મીડિયામાં વીડિયો જાહેર કરી પાંચ લોકોથી તેમને જીવનો ખતરો હોવાનું કહ્યુ છે. અગાઉ તેમને ડીજીપીને પત્ર લખી આ પાંચ ઇસમોની અટકાયત કરવા માંગ કરી હતી. જે બાદમાં ઇસમોને તપાસમાં બોલાવ્યા બાદ તપાસ અધિકારીએ એરેસ્ટ મેમો નહીં ભર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જેને લઇ તેમને એસપીને મળી પોતાનું ખૂન થવાની આશંકા હોઇ તેમને પોલીસ રક્ષણની માંગ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગંભીર@પાટણ: વકીલે નામજોગ આક્ષેપ કરી જીવનું જોખમ હોઇ પોલીસ સુરક્ષા માંગી, વીડિયો વાયરલ

પાટણ શહેરના એડવોકેટ પંકજ વેલાણીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. એડવોકેટ પંકજ વેલાણીએ અગાઉ બનાવટી દસ્તાવેજ બનાવવા અંગે અમિત જયંતિલાલ શાહ, જયંતિલાલ પૂનમચંદ શાહ, કેતન નવીનચંદ્ર સાલવી, મુકેશ મંગળદાસ પટેલ અને નિખીલભાઇ મંજુલભાઇ રાવલની સામે ફરીયાદ નોંધાવેલ છે. જે બાબતે તેમની ધરપકડ કરવા પણ છેક ડીજીપીને પત્ર લખી માંગ કર્યા બાદ 21 ફેબ્રુઆરીએ તપાસ અધિકારીએ તેમને પુછપરછ માટે લાવી એરેસ્ટ મેમો નહીં ભર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. વીડિયોમાં પંકજ વેલાણીએ આ ઇસમો તેમનું મર્ડર કરાવી શકે તેવી શંકા વ્યક્તી પોલીસ રક્ષણ માંગ્યુ હોવાનું જણાવ્યુ છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાટણના એડવોકેટ પંકજ વેલાણીએ વીડિયો જાહેર કરી ઇસમોના નામજોગ આક્ષેપ કરતાં હડકંપ મચી ગયો છે. તેમને વીડિયોમાં આક્ષેપ કર્યો છે કે, આરોપી ઇસમો તેમનું મર્ડર કરવાનો પ્લાન કરી રહ્યા છે. જેને લઇ તેમને પાટણ જીલ્લા પોલીસવડાને મળી પોતાને અને પરિવાર માટે પોલીસ સુરક્ષાની માંગ કરી છે.

ગંભીર@પાટણ: વકીલે નામજોગ આક્ષેપ કરી જીવનું જોખમ હોઇ પોલીસ સુરક્ષા માંગી, વીડિયો વાયરલ
જાહેરાત