ગંભીર@પાટણ: બિલ્ડીંગનું કામ ઠેકેદારને છતાં 17 લાખનો ખર્ચ કેમ ? સભ્યની રાવ

અટલ સમાચાર, પાટણ પાટણ નગરપાલિકાના નવિન બિલ્ડીંગનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યુ છે. બિલ્ડીંગનું કામ ઠેકેદારને આપવામાં આવ્યુ છતાં લાઇટફીટીંગનો ખર્ચ પાલિકાના શીરે કેમ આવે તેવી રજૂઆત કોંગી સભ્ય મુમતાઝબાનુએ ચીફ ઓફીસરને કરી છે. પાટણ પાલિકા દ્રારા અગાઉ આપેલ ટેન્ડરમાં જ સંપૂર્ણ બિલ્ડીંગ બનાવવાની જવાબદારી કામ રાખનાર ઠેકેદારની હોય છે. આ છતાં લાઇટીફીટીંગના ખર્ચને લઇ
 
ગંભીર@પાટણ: બિલ્ડીંગનું કામ ઠેકેદારને છતાં 17 લાખનો ખર્ચ કેમ ? સભ્યની રાવ

અટલ સમાચાર, પાટણ

પાટણ નગરપાલિકાના નવિન બિલ્ડીંગનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યુ છે. બિલ્ડીંગનું કામ ઠેકેદારને આપવામાં આવ્યુ છતાં લાઇટફીટીંગનો ખર્ચ પાલિકાના શીરે કેમ આવે તેવી રજૂઆત કોંગી સભ્ય મુમતાઝબાનુએ ચીફ ઓફીસરને કરી છે. પાટણ પાલિકા દ્રારા અગાઉ આપેલ ટેન્ડરમાં જ સંપૂર્ણ બિલ્ડીંગ બનાવવાની જવાબદારી કામ રાખનાર ઠેકેદારની હોય છે. આ છતાં લાઇટીફીટીંગના ખર્ચને લઇ રજૂઆત થતાં વહીવટી ગરમાવો આવી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગંભીર@પાટણ: બિલ્ડીંગનું કામ ઠેકેદારને છતાં 17 લાખનો ખર્ચ કેમ ? સભ્યની રાવ

પાટણ પાલિકામાં ભાજપ-કોંગ્રેસની મિશ્ર સત્તા વચ્ચે આજે કોંગી સભ્યની રજૂઆતથી હડકંપ મચી ગયો છે. પાલિકાના વોટર વર્કસના પુર્વ ચેરમેન મુમતાઝબાનુએ ચીફ ઓફીસરને પત્ર લખી રજૂઆત કરી છે. જેમાં પાલિકાના નવિન બિલ્ડીંગનું કામ કરનારા ઠેકેદારે સંપૂર્ણ બિલ્ડીંગનું કામ કરી આપવાની જવાબદારી હોય છે. તેમ છતાં ગત સામાન્ય સભામાં નવિન બિલ્ડીંગમાં લાઇટફીટીંગ માટે 17 લાખનું ટેન્ડર નક્કી કરવામાં આવ્યુ છે. જે બાબત નિયમ વિરૂધ્ધ અને પાલિકાને આર્થિક નુકશાન કરનાર હોઇ ઠરાવને રિવ્યુમાં લેવા રજૂઆત કરાઇ છે.