ગંભીર@સાબરકાંઠા: પોતાની ગ્રાન્ટમાં અધિકારીની ભુમિકા સામે ધારાસભ્યનો અનોખો વિરોધ

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) સંકલનની આજે મળેલી બેઠકમાં ખેડબ્રહ્માના ધારાસભ્યએ અનોખો વિરોધ કર્યો હતો. જેમાં દર વર્ષે પોતાને મળતી ગ્રાન્ટમાંથી વિકાસ કામો કરવા થતી ભલામણ બાદ અધિકારીની ભુમિકા સામે સવાલ ઉઠાવ્યા છે. સંકલનની બેઠકમાં ખુરશીઓમાં બેઠેલા અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે કોંગી ધારાસભ્ય અશ્વિન કોટવાલ વચ્ચોવચ્ચ ભોંયતળીયે બેસી ગયા હતા. જેમાં કલેક્ટર સમક્ષ કડક તપાસની માંગ
 
ગંભીર@સાબરકાંઠા: પોતાની ગ્રાન્ટમાં અધિકારીની ભુમિકા સામે ધારાસભ્યનો અનોખો વિરોધ

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

સંકલનની આજે મળેલી બેઠકમાં ખેડબ્રહ્માના ધારાસભ્યએ અનોખો વિરોધ કર્યો હતો. જેમાં દર વર્ષે પોતાને મળતી ગ્રાન્ટમાંથી વિકાસ કામો કરવા થતી ભલામણ બાદ અધિકારીની ભુમિકા સામે સવાલ ઉઠાવ્યા છે. સંકલનની બેઠકમાં ખુરશીઓમાં બેઠેલા અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે કોંગી ધારાસભ્ય અશ્વિન કોટવાલ વચ્ચોવચ્ચ ભોંયતળીયે બેસી ગયા હતા. જેમાં કલેક્ટર સમક્ષ કડક તપાસની માંગ સાથે અધિકારી વિરૂધ્ધ પગલા લેવા ઉગ્ર બન્યા હતા.

ગંભીર@સાબરકાંઠા: પોતાની ગ્રાન્ટમાં અધિકારીની ભુમિકા સામે ધારાસભ્યનો અનોખો વિરોધ

સાબરકાંઠા જીલ્લા સંકલનની બેઠકમાં અધિકારી અને ધારાસભ્ય વિરૂધ્ધ માહોલ ઉભો થયો હતો. ખેડબ્રહ્મા ધારાસભ્ય અશ્વિન કોટવાલ છેલ્લા કેટલાક સમયથી જીલ્લા આયોજન અધિકારી સામે નારાજ છે. જેમાં ધારાસભ્યને મળતી ગ્રાન્ટની વિકાસ કામો માટે થતી ભલામણ બાદ અધિકારી શંકાસ્પદ ભુમિકા ભજવતા હોવાના આક્ષેપ કર્યા છે. નિયમોનુસાર વિકાસના કામો માટે ભલામણ થયા બાદ અધિકારીએ એક જ તાલુકામાં મોટાભાગની ગ્રાન્ટ ખર્ચ કરી દેતા ધારાસભ્ય ચોંકી ગયા છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અશ્વિન કોટવાલ દ્રારા અગાઉ વિકાસ કામો માટે ભલામણ કરવામાં આવી હતી. જેમાં જીલ્લા આયોજન અધિકારીએ વહીવટી મંજૂરી આપતા પુર્વે ધારાસભ્ય સાથે ચર્ચા કરી વિશ્વાસમાં લીધા ન હતા. આ સાથે ભલામણ થયેલ કામો પૈકી અગ્રતાક્રમ આપવામાં શંકાસ્પદ રીતે એકમાત્ર પોશીના તાલુકામાં સરેરાશ 70 લાખની ગ્રાન્ટની વહીવટી મંજુરી આપી દેતા અશ્વિન કોટવાલ લાલઘૂમ બન્યા છે.

શું કહે છે ધારાસભ્ય કોટવાલ ?

સમગ્ર બાબતે અટલ સમાચાર સાથે વાત કરતા કોંગી ધારાસભ્ય અશ્વિન કોટવાલે જણાવ્યુ હતુ કે, ભલામણ કર્યા બાદ કામોની પસંદગી બાબતે ચર્ચા કરવા મેં કહ્યુ હતુ. દિવાળી અગાઉ જીલ્લા આયોજન અધિકારીને વહીવટી મંજૂરી આપતા મને જણાવવાનુ કહેવા છતાં નજરઅંદાજ કરવામાં આવ્યો છે. આ સાથે વહીવટી મંજૂરી આપેલ કાગળોની નકલ પણ મોકલાવી નથી. આયોજન અધિકારી સમગ્ર બાબતે જવાબદાર હોવાથી કલેક્ટરને રજૂઆત કર્યા સાથે એસીબીમાં પણ રજૂઆત કરવાની છે.

શું કહે છે અધિકારી ? 

આ તરફ જીલ્લા આયોજન અધિકારી જોષીએ જણાવ્યુ હતુ કે, ધારાસભ્યની ભલામણ બાદ પ્રાથમિક અને તાંત્રિક મંજૂરીને અંતે વહીવટી મંજૂરી અપાય છે. આ પછી ભલામણ બાબતો કોઇ સુધારો થઇ શકે નહિ. જો ભલામણ કર્યા બાદ સુધારો કરાવવો હોય તો તાંત્રિક મંજૂરી પુર્વે પત્ર લખી જણાવવુ પડે, ટેલિફોનિક સુચનાથી સુધારો થાય નહિ. આ સાથે વહીવટી મંજૂરીની ઓસી નકલ જે તે વખતે મોકલાવી દીધેલ છે. જ્યારે પોશીના તાલુકામાં ધારાસભ્યે સુચવેલા કામોને જ વહીવટી મંજૂરી આપી છે, વધારે અપાઇ નથી.