ગંભીર@શંખેશ્વરઃ દોઢ વર્ષથી વિધવાને આવાસ યોજનાનો હપ્તો અધ્ધરતાલ

અટલ સમાચાર, શંખેશ્વર (ભુરાજી ઠાકોર) શંખેશ્વર તાલુકાના ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અમલવારીમાં અત્યંત ગંભીર બાબત સામે આવી છે. આવાસ યોજનાનો લાભ લેતા દરમિયાન લાભાર્થીનું મૃત્યું થયું હતું. આથી વારસામાં પત્નીએ ત્રીજો હપ્તો મેળવવા જરૂરી કાગળો સાથે મથામણ કરી હતી. જોકે, દોઢ વર્ષથી વિધવાને આવાસનો ત્રીજો હપ્તો મળ્યો નથી. આવી સ્થિતિમાં મહિલાએ સખત મજૂરી કરી આવાસ
 
ગંભીર@શંખેશ્વરઃ દોઢ વર્ષથી વિધવાને આવાસ યોજનાનો હપ્તો અધ્ધરતાલ

અટલ સમાચાર, શંખેશ્વર (ભુરાજી ઠાકોર)

શંખેશ્વર તાલુકાના ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અમલવારીમાં અત્યંત ગંભીર બાબત સામે આવી છે. આવાસ યોજનાનો લાભ લેતા દરમિયાન લાભાર્થીનું મૃત્યું થયું હતું. આથી વારસામાં પત્નીએ ત્રીજો હપ્તો મેળવવા જરૂરી કાગળો સાથે મથામણ કરી હતી. જોકે, દોઢ વર્ષથી વિધવાને આવાસનો ત્રીજો હપ્તો મળ્યો નથી. આવી સ્થિતિમાં મહિલાએ સખત મજૂરી કરી આવાસ જેમ-તેમ કરીને રહેવા લાયક કર્યું છે.

ગંભીર@શંખેશ્વરઃ દોઢ વર્ષથી વિધવાને આવાસ યોજનાનો હપ્તો અધ્ધરતાલ

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના લોલાડા ગામે વર્ષ 2017 દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના સંદર્ભે કામગીરી થઈ હતી. જેમાં ગામના રહીશ લાભાર્થી ઠાકોર નવઘણજી સોમાજીનું આવાસ યોજના હેઠળ નામ મંજૂર થતા પ્રથમ 30 હજારનો હપ્તો એપ્રિલ 2017માં મળ્યો હતો. આ પછી 50 હજારનો બીજો હપ્તો પણ ચુકવી દેવાયો હતો. જોકે ડીસેમ્બર 2017માં લાભાર્થી નવઘણજીનું મૃત્યુ થતાં ત્રીજા હપ્તા પેટે મકાનનું કામ અધુરૂ રહ્યું હતું.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

ગંભીર@શંખેશ્વરઃ દોઢ વર્ષથી વિધવાને આવાસ યોજનાનો હપ્તો અધ્ધરતાલ

મૃતક નવઘણજીના પત્ની શુભીબેને આવાસ યોજનાનો 40 હજારનો ત્રીજો હપ્તો મેળવવા વારસાઈ સહિતના કાગળો સાથે અરજી આપી હતી. જેમાં પત્ની તરીકેની વારસાઈ હેઠળ ત્રીજો હપ્તો મંજૂર કરવા શંખેશ્વર તાલુકા પંચાયતથી માંડી ડીઆરડીએને રજૂઆત કરેલી છે. જોકે છેલ્લા દોઢ વર્ષથી પણ વધુ સમયથી વિધવાને આવાસ યોજનાનો હપ્તો મળી શક્યો નથી. આવી સ્થિતિમાં શંખેશ્વર તાલુકા પંચાયત અને આવાસ યોજનાના કર્મચારીઓ સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

ગંભીર@શંખેશ્વરઃ દોઢ વર્ષથી વિધવાને આવાસ યોજનાનો હપ્તો અધ્ધરતાલ

સૂત્રોએ જણાવ્યું હતું કે, આવાસ યોજનાની અમલવારી દરમિયાન લાભાર્થીનું મૃત્યુ થાય તો જરૂરી કાગળો સાથે ગાંધીનગર વિગતો મોકલવાની હોય છે. આ તમામ વિગતો પાટણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ અત્યાર સુધી કેમ નથી મોકલી અથવા જરૂરી કાગળોની પૂર્તતા શું કારણથી કરવામાં નથી આવી તે સવાલો ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે અત્યંત સંવેદનશીલ બની ગયા છે.