ગંભીર@સિદ્વપુર: કોરોનાના કહેર વચ્ચે શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

અટલ સમાચાર, સિદ્વપુર (હર્ષલ ઠાકર) કોરોના વાયરસને લઇ ચોથા લોકડાઉનના અંતિમ તબક્કામાં સિદ્વપુરમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. સિદ્વપુરમાં લોકડાઉન છૂટછાટનાં સમયે સરકારી ગાઈડલાઈન મુજબનાં નિયમોનું પાલન કરવામા ઉદાસીનતાં દેખાઇ રહી છે. લોકો માસ્ક પહેર્યા વગર બહાર નિકળી રહ્યા છે. આ સાથે શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. બાઈક સહિત ટુ વ્હિલરો
 
ગંભીર@સિદ્વપુર: કોરોનાના કહેર વચ્ચે શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

અટલ સમાચાર, સિદ્વપુર (હર્ષલ ઠાકર)

કોરોના વાયરસને લઇ ચોથા લોકડાઉનના અંતિમ તબક્કામાં સિદ્વપુરમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. સિદ્વપુરમાં લોકડાઉન છૂટછાટનાં સમયે સરકારી ગાઈડલાઈન મુજબનાં નિયમોનું પાલન કરવામા ઉદાસીનતાં દેખાઇ રહી છે. લોકો માસ્ક પહેર્યા વગર બહાર નિકળી રહ્યા છે. આ સાથે શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. બાઈક સહિત ટુ વ્હિલરો ઉપર એકથી વધારે લોકો અવર-જવર કરતાં સરેઆમ જોવા મળી રહ્યાં છે. તેમાંય કેટલાંય વાહન ચાલકો-સવારો માસ્કનો ઉપયોગ કર્યા વગર બિન્દાસ્ત ફરતા દેખાતા હોય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સિદ્વપુર શહેરમાં લોકડાઉન પાર્ટ -૪ અંતર્ગત અપાયેલી છૂટછાટોમાં નિયમોનુ પાલન કરાતુ નથી. લોકોને કોરોના વાયરસથી બચવા તકેદારી નાં ભાગરૂપ જે પગલા લેવા જણાવાયુ તે માટે લોકોમાં જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે. સિદ્વપુરની બજારો સહિત જાહેર સ્થળોમાં હજુયે અસંખ્ય લોકો માસ્ક નો ઉપયોગ કરતા નથી. દુકાનો અને લારીઓ ઉપર પણ સામાજિક અંતરનો અભાવ જોવા મળતો હોય છે. ક્યાંક-ક્યાંક તો ગ્રાહકો નાં રીતસર ટોળાઓ પણ જોવા મળતાં હોય છે. જ્યારે કેટલાંક દુકાનદારો પણ માસ્ક પહેરવાનુ ટાળતાં દેખાતા હોય છે. રિક્ષાઓ અને ફોર વ્હિલરોમાં ફરતાં લોકો પણ સરકારી ગાઈડલાઈનનું તેમજ સામાજિક અંતરનુ સરેઆમ ઉલ્લઘંન કરતાં નજરે પડી રહ્યા છે.

ગંભીર@સિદ્વપુર: કોરોનાના કહેર વચ્ચે શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અત્યાર સુધી સિદ્વપુર શહેરનો પૂર્વ વિસ્તાર કોરોના વાયરસથી મુક્ત રહેવા પામ્યો છે. પરંતુ સિદ્વપુરની જુની નગર રચના પ્રાચિન પાટણ શહેરની જેમ જ ગીચ વિસ્તારવાળી છે. આથી જો નિયમોનાં ચુસ્ત અમલ સહિત સરકારી ગાઈડ લાઈન અનુસાર છૂટછાટનો ઉપયોગ નહી કરાય અને જો કોરોના વાયરસ ફેલાશે તો પરિસ્થિતિ પાટણ શહેર જેવી જ વણસી શકે છે તે ચોક્કસ છે. ઉપરાંત બહારનાં શહેરો-ગામોમાંથી લોકો સિદ્વપુરમાં આવી રહ્યા છે ત્યારે તેવા લોકોને શોધી તેમની આરોગ્ય તપાસણી કરી હોમ ક્વૉરન્ટાઈન કરવાની કામગીરી કરવી પણ કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે એટલી જરૂરી છે.