ગંભીર@સુરત: એક્સપાયર્ડ રેમડેસિવિર વેચતાં BJPના પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત 2 ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના સંક્રમિત દર્દીના સંબંધીઓને એક્સપાયરી ડેટ રેમડેસિવિર ઇન્જેક્શન વેચવાના પ્રકરણમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. જેમાં એક આરોપી ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. સરથાણા વિસ્તારમાં રહેતા જીગ્નેશ પટેલે તેના મામાના દીકરા માટે રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે દિવ્યેશ સંજય પટેલનો સંપર્ક કર્યો હતો. એક
 
ગંભીર@સુરત: એક્સપાયર્ડ રેમડેસિવિર વેચતાં BJPના પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત 2 ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના સંક્રમિત દર્દીના સંબંધીઓને એક્સપાયરી ડેટ રેમડેસિવિર ઇન્જેક્શન વેચવાના પ્રકરણમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. જેમાં એક આરોપી ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. સરથાણા વિસ્તારમાં રહેતા જીગ્નેશ પટેલે તેના મામાના દીકરા માટે રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે દિવ્યેશ સંજય પટેલનો સંપર્ક કર્યો હતો. એક ઇન્જેક્શન દિઠ દિવ્યેશ પટેલને 7000 હજાર ચૂકવ્યા બાદ ડૉક્ટરે ઇન્જેક્શન એક્સપાયરી ડેટના હોવાનું જણાવતાં જીગ્નેશને એ દિવસે વનિતા વિશ્રામ ગામ પાસે બોલાવીને તેના ઈન્જેક્શન પરત આપ્યા હતાં.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સમગ્ર ઘટનાની તપાસ કરતા દિવ્યેશ પટેલની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે દિવ્યેશ પટેલની પૂછપરછ કરતા ઇન્જેક્શન કે. પી. સંઘવી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ વિશાલ અવસ્થી પાસેથી લીધા હોવાનું સામે આવ્યુ, દિવ્યેશએ વિશાલ અવસ્થીને એક ઈન્જેક્શનના રૂપિયા 5400 ચૂકવ્યા હતા. વિશાલ અવસ્થી પાસે એક વરસથી આ ઇંજેક્શનનો સ્ટોક પડેલો હતો અને આ ઇન્જેક્શન તેણે દિવ્યેશને આપ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, દિવ્યેશ પટેલ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર સાધના પટેલનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ પૂછપરછમાં દિવ્યેશ પાસે અન્ય આઠ જેટલા ઇન્જેક્શન મળી આવ્યા હતાં. આ ઇન્જેક્શન્સ તે ક્યાંથી લાવ્યો હતો ? તે અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તેમજ અત્યાર સુધીમાં કયા-કયા દર્દીના સંબંધીઓને તેણે ઇન્જેકશન આપ્યા છે. તેની તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે વિશાલ અવસ્થીની પૂછપરછમાં તેણે જણાવ્યું કે, દિવ્યેશ પટેલને ઇન્જેક્શન આપતી વખતે મેં સ્પષ્ટતા કરી હતી કે, ઇન્જેક્શન એક્સપાયરી ડેટના છે. પરંતુ ક્રાઈમ બ્રાન્ચને શંકા છે કે, તે પોતાના બચાવ માટે આ પ્રકારના નિવેદનો કરી રહ્યો છે .