ગંભીર@થરાદ: કુટણખાના સામે પોલીસની ભૂમિકાથી નિરાશ થઇ પ્રાન્તમાં પહોંચ્યા

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) થરાદ શહેરમાં દેહવ્યાપાર ને લઇ જાગૃત નાગરિકો દ્વારા પ્રાંતને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. છેલ્લા કેટલાય સમયથી દેહવ્યાપાર એટલેકે કુટણ ખાના ચાલી રહ્યા છે અને તે બાબતે પોલીસ તંત્રને વારંવાર મૌખિક રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન ભરવામાં આવતાં ગત શનિવારે જાગૃત લોકો તેમજ સામાજિક સેવા સંસ્થાઓ દ્વારા
 
ગંભીર@થરાદ: કુટણખાના સામે પોલીસની ભૂમિકાથી નિરાશ થઇ પ્રાન્તમાં પહોંચ્યા

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

થરાદ શહેરમાં દેહવ્યાપાર ને લઇ જાગૃત નાગરિકો દ્વારા પ્રાંતને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. છેલ્લા કેટલાય સમયથી દેહવ્યાપાર એટલેકે કુટણ ખાના ચાલી રહ્યા છે અને તે બાબતે પોલીસ તંત્રને વારંવાર મૌખિક રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન ભરવામાં આવતાં ગત શનિવારે જાગૃત લોકો તેમજ સામાજિક સેવા સંસ્થાઓ દ્વારા થરાદ પ્રાંતને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે આ કુટણ ખાનાઓ બંધ કરવા માંગણી કરી હતી.

બનાસકાંઠાના થરાદમાં છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા કૂટણખાના ને લઇ જાગૃત નાગરિકો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્ર માં જણાવ્યું હતું કે થરાદ ગામે નગર પાલિકા કચેરીની સામે કલટરીની દુકાનની આડમાં વેપારનો ધંધો કરે છે . તથા તેની આડમાં દેહવિક્રયનો ધંધો (કુટણખાણું) ચલાવે છે . તેમજ પંચવટી સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાં પણ મહીલા દલાલ બનીને બહારની અન્ય યુવતિઓને લાવીને છેલ્લા લાંબા સમયથી દેહ વિક્રયનો ધંધો કરે છે.

આ બાબતે અગાઉ પોલીસને અનેક વખત મૌખિક જાણ કરવામાં આવેલ છે . છતાં આજ દિન સુધી કોઈપણ જાતની કાર્યવાહી થયેલ નથી જેના પરીણામે આજે પણ આ અનૈતિક ધંધો ધમધમી રહે છે ધંધો ચલાવનાર શરણાર્થી નાગરીક છે . જેઓ મોટા પાયે આવો ધંધો કરાવે છે . તેનું નાગરીત્વ કયાનું છે ? જે શંકાસ્પદ હોઈ ઘટતી તપાસ કરવા પણ માંગણી કરી હતી.

વધુમાં જણાવ્યુ હતું કે  થરાદએ સંસ્કારી નગરી છે અને થરાદ શહેરમાં તમામ વર્ગના અને તમામ સમાજના લોકો વસવાટ કરે છે . ત્યારે એક મહીલા દ્વારા અસ્લીલ વિડીયો બનાવીને પણ ટીકટોક પર વાયરલ કરવામાં આવ્યા છે . જેમાં બિયરની બોટલ પણ બતાવવામાં આવી છે . તો જૈન નગરી તરીકે ઓળખાતા ગાંધીજીના ગુજરાતમાં દારૂ આવ્યો કયાંથી ? એની પણ તપાસ કરવા જણાવ્યું હતું તેમજ આમ આવા અસ્લીલ વિડીયોને સોશ્યલ મિડીયામાં વાયરલ કરવાથી સમાજમાં તથા બાળકો પર પણ વિપરીત અસર ગંભીર અને ખુબ શરમ જનક બાબત છે .

આ સિવાય પણ શહેરમાં અન્ય જગ્યાઓએ સામાજીક રીતે ખરાબ સંસ્કારો પેદા થાય તેવા પ્રકારની અનૈતિક પ્રવૃતિઓ ચાલતી હોવાનું પણ ચર્ચાય છે ત્યારે આવી પ્રવૃત્તિઓને રોકવા માટે ભારત વિકાસ પરિષદ, લાયન્સ કલબ,જલારામ યુવક મંડળ, માનવ સેવા સંગઠન, વિચરતી વીમુક્ત સમુદાય મંચ, ભાજપ કોંગ્રેસ પક્ષના મહિલા મોરચો સહિતની સંસ્થાઓ તેમજ શહેરના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી આવી પ્રવૃત્તિઓ અટકાવવા માંગણી કરી હતી તેમજ જો આ પ્રવૃત્તિઓને અટકાવવામાં નહિ આવેતો આવનારા સમયમાં જનતા રેડ કરી  ગાંધીચીંધ્યો માર્ગ અપનાવવાની ચીમકી ઉચારી હતી.