ગંભીર@વડોદરા: SSG હોસ્પિટલમાં ધમણ વેન્ટિલેટરમાં આગ લાગી હતી: FSL રીપોર્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક વડોદરાની SSG હોસ્પિટલમાં આગ મામલે FSL રીપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. FSL રીપોર્ટ મુજબ ધમણ વેન્ટિલેટરમાં આગ લાગી હતી. કોવિડ હોસ્પિટલમાં આગ મુદ્દે અનેક વખત ધમણ પર આક્ષેપ થઈ ચૂક્યા છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં આગમાં પણ ધમણ ચર્ચામાં રહ્યું હતું ત્યારે એકવાર ફરીથી FSLના રિપોર્ટને પગલે ધમણ તરફ ફરીથી પ્રશ્નો
 
ગંભીર@વડોદરા: SSG હોસ્પિટલમાં ધમણ વેન્ટિલેટરમાં આગ લાગી હતી: FSL રીપોર્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડોદરાની SSG હોસ્પિટલમાં આગ મામલે FSL રીપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. FSL રીપોર્ટ મુજબ ધમણ વેન્ટિલેટરમાં આગ લાગી હતી. કોવિડ હોસ્પિટલમાં આગ મુદ્દે અનેક વખત ધમણ પર આક્ષેપ થઈ ચૂક્યા છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં આગમાં પણ ધમણ ચર્ચામાં રહ્યું હતું ત્યારે એકવાર ફરીથી FSLના રિપોર્ટને પગલે ધમણ તરફ ફરીથી પ્રશ્નો ઉઠી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકોટની જ્યોતિ CNC કંપનીએ ધમણનું ઉત્પાદન કર્યું હતું એટલું જ નહીં પણ CM રૂપાણીએ ધમણ વેન્ટિલેટરને ગુજરાતની સિદ્વી ગણાવી હતી અને અનેક હોસ્પિટલમાં ધમણ વેન્ટિલેટર મોકલવામાં આવ્યા હતા. રાજકોટની ઉદય કોવિડ હોસ્પિટલમાં આગમાં પણ ધમણનું નામ ચર્ચાયું હતુ. ઉદય કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા 6 લોકોના મોત થયા હતા. ધમણ વેન્ટિલેટરમાં અનેક ક્ષતિઓ હોવાના આક્ષેપ પણ થયા હતા અને ધમણ વેન્ટિલેટરના ઉત્પાદકો સામે તપાસની માંગ ઉઠી હતી.