ગંભીર@વિજાપુર: દારૂ ભરેલી કારને ભયાનક અકસ્માત, કટરથી કાપી યુવકને બહાર કઢાયો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણા તાલુકાના ગઇકાલે મોડીરાત્રે દારૂ ભરેલી કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ બે ઇસમો દારૂ ભરીને આવી રહ્યા હોઇ ચાલકે કાબૂ ગુમાવતાં કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ હતી. જે બાદમાં ચાલક નાસી છુટ્યો હતો તો અન્ય એક ઇસમ ગંભીર રીતે કારમાં ફસાઇ જતાં કટરથી કારનો ભાગ કાપીને તેને
 
ગંભીર@વિજાપુર: દારૂ ભરેલી કારને ભયાનક અકસ્માત, કટરથી કાપી યુવકને બહાર કઢાયો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા તાલુકાના ગઇકાલે મોડીરાત્રે દારૂ ભરેલી કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ બે ઇસમો દારૂ ભરીને આવી રહ્યા હોઇ ચાલકે કાબૂ ગુમાવતાં કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ હતી. જે બાદમાં ચાલક નાસી છુટ્યો હતો તો અન્ય એક ઇસમ ગંભીર રીતે કારમાં ફસાઇ જતાં કટરથી કારનો ભાગ કાપીને તેને બહાર નીકાળાયો હતો. સમગ્ર ઘટનાની જાણ LCBના કોન્સ્ટેબલને થતાં LCBની ટીમ અને વસઇ પોલીસની ટીમે સ્થળ પર પહોંચી દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ સાથે બંને ઇસમ સામે વસઇ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગંભીર@વિજાપુર: દારૂ ભરેલી કારને ભયાનક અકસ્માત, કટરથી કાપી યુવકને બહાર કઢાયો

મહેસાણા તાલુકાના વસઇ પોલીસ સ્ટેશન વિસ્તારના કેલીસણાથી વડાસણ ગામ તરફ ગઇકાલે રાત્રે અકસ્માતની ઘટના સામે આવી છે. LCBના કોન્સ્ટેબલ જયસિંહ પોતાના ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હોઇ તેમને એક કારને ઝાડ સાથે ટકરાયેલી હાલતમાં જોઇ તપાસ કરતાં અંદર દારૂની બોટલો હોવાનું ખુલ્યુ હતુ. આ તરફ કોન્સ્ટેબલે તાત્કાલિક LCB PI બી.એચ.રાઠોડને જાણ કરી હતી. આ દરમ્યાન કારમાં ફસાયેલા યુવકને બહાર કાઢવાના પ્રયાસો કરવા છતાં એન્જિનનો ભાગ તેના પગ ઉપર આવી ગયો હોઇ નીકાળી શકાયો ન હતો.

ગંભીર@વિજાપુર: દારૂ ભરેલી કારને ભયાનક અકસ્માત, કટરથી કાપી યુવકને બહાર કઢાયો

મોડીરાત્રે બનેલી ઘટનાને લઇ વસઇ પોલીસ સ્ટેશનના I PI આર.જી.ચૌધરી સહિતનો સ્ટાફ પણ સ્થળ પર આવી ગયો હતો. જ્યાં વસઇ I PI ચૌધરીની મદદથી ગામમાંથી ટ્રેક્ટર મંગાવી કારને રોડની સાઇડમાંથી રોડ ઉપર લવાઇ હતી. જોકે યુવક ગંભીર રીતે ફસાયો હોઇ ઇલેક્ટ્રીક કટર વડે કારનો થોડોક ભાગ કાપીને તેને બહાર કઢાયો હતો. જે બાદમાં યુવકને બે પગમાં ઇજાઓ પહોંચી હોઇ સારવાર અર્થે ખસેડાયો હતો. જોકે યુવકની પુછપરછમાં તેણે પોતાનું નામ નિકુલજી સુરેશજી ઠાકોર(રહે.દેવડા,તા.વિજાપુર) અને ફરાર કારચાલક પ્રભાતજી મોતીજી ઠાકોર (રહે.માણસા)વાળો હોવાનું ખુલ્યુ હતુ.

ગંભીર@વિજાપુર: દારૂ ભરેલી કારને ભયાનક અકસ્માત, કટરથી કાપી યુવકને બહાર કઢાયો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, LCBના કોન્સ્ટેબલે મધરાત્રે અકસ્માત થયેલ કારને જોઇ તપાસ કરતાં દારૂ મળી આવ્યા ટીમને જાણ કરી હતી. આ દરમ્યાન LCB PSI એ.કે.વાઘેલા સહિતની ટીમ આવી પહોંચી હતી. જે બાદમાં કારમાંથી વિદેશી દારૂની બોટલો નંગ-439 કિ.રૂ.74,696, મોબાઇલ નંગ-1, કિ.રૂ.5,000, એક્સિડન્ટ થયેલ કારની કિ.રૂ.1,00,000 મળી કુલ કિ.રૂ.1,79,696નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે બંને ઇસમો સામે વસઇ પોલીસ મથકે આઇપીસી 279, 337, 427, પ્રોહી એક્ટની કલમ 65(A)(E), 81, 98(2) અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગંભીર@વિજાપુર: દારૂ ભરેલી કારને ભયાનક અકસ્માત, કટરથી કાપી યુવકને બહાર કઢાયો