ગંભીર@વિરમગામ: લાંચકાંડમાં સંડોવાયેલા કોર્પોરેટરો સામે ભાજપ કરશે કાર્યવાહી, જુઓ એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે વિરમગામમાં કોર્પોરેટરે સુજલામ સુફલામ યોજનાના માટીકામ માટે લાંચ માંગી હોવાની ઘટના સામે આવી છે. ભાજપના કોર્પોરેટરે લાંચ માંગી હોવાનું સામે આવતા જ મામલાની જાણ ઉપર સુધી થઈ જતા સમગ્ર મામલે ભાજપે લાંચ માગનાર કોર્પોરેટર સામે કાર્યવાહીની ચર્ચાઓએ જોર પકડ્યું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
ગંભીર@વિરમગામ: લાંચકાંડમાં સંડોવાયેલા કોર્પોરેટરો સામે ભાજપ કરશે કાર્યવાહી, જુઓ એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે વિરમગામમાં કોર્પોરેટરે સુજલામ સુફલામ યોજનાના માટીકામ માટે લાંચ માંગી હોવાની ઘટના સામે આવી છે. ભાજપના કોર્પોરેટરે લાંચ માંગી હોવાનું સામે આવતા જ મામલાની જાણ ઉપર સુધી થઈ જતા સમગ્ર મામલે ભાજપે લાંચ માગનાર કોર્પોરેટર સામે કાર્યવાહીની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર દ્રારા સુજલામ સુફલામ યોજના અંતર્ગત માટીકામ માટે 30 હજાર રૂપિયાની લાંચ માગવામાં આવી હતી. જે મામલે બે કોર્પોરેટર અને એક મહિલા કોર્પોરેટરના પતિની ધરપકડ કરવામાં આવી છે. લાંચકાંડમાં વોર્ડ નંબર 1ના કોર્પોરેટર અજય ઠાકોર અને અનિલ પટેલ ઉપરાંત મહિલા કોર્પોરેટર કંચનબેનના પતિ રતિલાલ ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે આ ત્રણેયએ લાંચ લેવામાં નાના બાળકને પણ સામેલ કર્યો હતો. આ આરોપીઓએ 30 હજારની લાંચ માગી હતી ઉપરાંત ફરિયાદીએ અનિલ પટેલને એક મોબાઈલ આપ્યો હોવાનો પણ ખુલાસો થયો છે.