ગંભીર@વિસનગર: શેરબજારમાં યુપીના રહીશ પાસેથી 20 લાખ પડાવ્યા

અટલ સમાચાર, મહેસાણા ઉત્તર ગુજરાતથી છેક ઉત્તર પ્રદેશના રહીશ સાથે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. શેરબજારમાં રોકાણ કરાવતાં હોવાનો વિશ્વાસ આપી 20 લાખથી વધુ રકમ પડાવી લીધી છે. ઘટનાને પગલે વિસનગરની પ્રાઇવેટ લિમિટેડ કંપનીના 6 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં દલાલ મરચન્ટાઇઝ એડવાઇઝરી પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે. જેની
 
ગંભીર@વિસનગર: શેરબજારમાં યુપીના રહીશ પાસેથી 20 લાખ પડાવ્યા

અટલ સમાચાર, મહેસાણા

ઉત્તર ગુજરાતથી છેક ઉત્તર પ્રદેશના રહીશ સાથે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. શેરબજારમાં રોકાણ કરાવતાં હોવાનો વિશ્વાસ આપી 20 લાખથી વધુ રકમ પડાવી લીધી છે. ઘટનાને પગલે વિસનગરની પ્રાઇવેટ લિમિટેડ કંપનીના 6 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે.

મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં દલાલ મરચન્ટાઇઝ એડવાઇઝરી પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે. જેની સાથે સંકળાયેલા 6 વ્યક્તિઓએ છેક ઉત્તરપ્રદેશના કર્મચારી સાથે છેતરપિંડી આચરી છે. ઉત્તર પ્રદેશના ગાજીયાબાદમા રહેતા ગુપ્તા પ્રવિણભાઇ પ્રેમચંદભાઇ સાથે શરૂઆતમાં વિશ્વાસ કેળવ્યો હતો. આ પછી શેરબજારમાં સારૂ વળતર હોવાનું કહી તબક્કાવાર 25 લાખથી વધુ રકમ પડાવી લીધી હતી.

જેની પાછળથી ઉઘરાણી કરતા એક મહિલા સહિતના 6 વ્યક્તિએ છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાને પગલે ઉત્તર પ્રદેશના કર્મચારીએ વિસનગરના અતુલ પટેલ, સંજીવ ગુપ્તા, કબીરખાન, અકીલ કુંભાર, હિમાંશુ ભાવસાર અને પિનલ ભાવસાર સહિતના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઇ છે. જેનાથી જિલ્લાના અન્ય રોકાણકારો અને નાણાં રોકતા હોય તેવા લોકોમાં ખળભળાટ મચી ગયો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરીયાદી પાસેથી 25,39,500 પડાવ્યા બાદ માત્ર 5,00,000 પાછા આપ્યા હતા. આથી બાકીના 20,69,500 નહિ આપતા યુપીના રહીશે મહેસાણા નજીક વિસનગરના 6 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે કંપની દ્વારા છેતરાયેલ અન્ય વ્યક્તિઓને શોધી વધુ પુરાવાઓ એકઠા મથામણ આદરી છે.