ગાંધીનગરઃ 33 જિલ્લા 33 પ્રતિનિધિ, પરીક્ષાર્થીઓના ઉપવાસમાં કોંગ્રેસ જોડાયું

અટલ સમાચાર, ડેસ્ક ગાંધીનગરમાં આંદોલનકારી પરીક્ષાર્થીઓ સાથે હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી સહીત પાંચ ધારાસભ્યો જોડાયા. આજથી ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતીક ઉપવાસનો જંગ જારી કરી દેવામાં આવ્યો છે. બિન સચિવાલય પરીક્ષા કૌભાંડમાં ઉમેદવારોમાં બે ફાંટા પડી ગયા હતા જેમાં યુવરાજસિંહ જાડેજા સરકાર પક્ષે બેસી ગયા હતા. જ્યારે બીજા પરીક્ષાર્થીઓ પોતાની પરીક્ષા રદ્દ કરવાની માંગને લઈને અડગ
 
ગાંધીનગરઃ 33 જિલ્લા 33 પ્રતિનિધિ, પરીક્ષાર્થીઓના ઉપવાસમાં કોંગ્રેસ જોડાયું

અટલ સમાચાર, ડેસ્ક

ગાંધીનગરમાં આંદોલનકારી પરીક્ષાર્થીઓ સાથે હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી સહીત પાંચ ધારાસભ્યો જોડાયા. આજથી ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતીક ઉપવાસનો જંગ જારી કરી દેવામાં આવ્યો છે. બિન સચિવાલય પરીક્ષા કૌભાંડમાં ઉમેદવારોમાં બે ફાંટા પડી ગયા હતા જેમાં યુવરાજસિંહ જાડેજા સરકાર પક્ષે બેસી ગયા હતા. જ્યારે બીજા પરીક્ષાર્થીઓ પોતાની પરીક્ષા રદ્દ કરવાની માંગને લઈને અડગ રહ્યા હતા. કોંગ્રેસ આ ઉમેદવારોને સાથ આપવાનું વચન આપી તેમના સહયોગમાં જોતરાઈ ગયુ છે.

વિદ્યાર્થીઓ ત્રણ દિવસથી ધરણા કરી રહ્યા છે ત્યારે આજથી પરીક્ષાર્થીઓ ઉપવાસ ઉપર બેઠા છે. આ ઉપવાસમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી સહિતાના આગેવાન નેતાઓ તેમના સહકારમાં આગળ આવ્યા છે. કોંગ્રેસે આ આંદોલનને પીઠબળ પુરુ પાડ્યુ છે. પરેશ ધાનાણી આખી રાત પરીક્ષાર્થીઓ સાથે જ રહ્યા હતા. તેમને જમાડી તેમની સાથે જ સુઈ ગયા હતા. આ રીતે પ્રજાના નેતા તરીકેની છાપ ઉભી કરી હાલ કોંગી નેતા ઉમેદવારોના ખભે ખભો મિલાવીને ઉભા છે. ત્યારે ગુજરાત સરકાર માટે આ મુદ્દો મોટો બની શકે તેમ છે. 9 તારીખે કોંગ્રેસે વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવવાની પણ વાત કરી છે.

બિન સચિવાલય પરીક્ષા કોભાંડ મામલે કોંગ્રેસ 33 જિલ્લામાંથી 33 પ્રતિનિધિઓ પ્રતિક ઉપવાસ આદરશે. અલગ અલગ જિલ્લાના વિદ્યાર્થીઓ ઉપવાસમાં જોડાશે. પરીક્ષાર્થીઓની લડતને કોંગ્રેસ આગળ ધપાવશે. વિખેરાઇ રહેલા આંદોલનને વિપક્ષે બળ પુરુ પાડ્યું છે.

ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે, સરકારે SITની તપાસ માટે રચના કરવામાં આવશે. SITમાં રાજ્યના અગ્રસચિવ કમલ દયાણી ચેરમેન રહેશે. SITમાં એડિશનલ DGP સભ્ય રહેશે. પરીક્ષામાં ગેરરીતિની તપાસ SIT કરશે. ગાંધીનગર રેન્જ IG મયંકસિંહ ચાવડા સભ્ય રહેશે. સંપૂર્ણ તપાસ બાદ જ રિપોર્ટ જાહેર કરાશે. SITનો રિપોર્ટ જાહેર ન થાય ત્યાં સુધી પરિણામ જાહેર નહીં થાય. વિદ્યાર્થી નેતાઓની માગનો સ્વીકાર કરાયો છે. અહેવાલ 10 દિવસમાં SIT સરકારને સોંપશે. SITના રિપોર્ટ બાદ સરકાર આગળનો નિર્ણય કરશે. આવતીકાલે SITની પ્રથમ બેઠક મળશે. SITમાં ગૌણ સેવા મંડળનો કોઈ સભ્ય નહીં.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

ગાંધીનગરમાં ગઈકાલ સવારથી 4000થી 5000 જેટલા વિદ્યાર્થીઓ બિન સચિવાલયના કાર્યાલયની બહાર ધરણા ધરીને બેઠા છે. જેમની ઉપર લાઠી ચાર્જ થયો, તેમને દોડાવવામાં આવ્યા 450 જેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી પરંતુ આખરે તેમને છોડી મૂકાયા હતા.