ગાંધીનગર: પાટનગરમાં આજે નવા 9 કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા

અટલ સમાચાર,ડેસ્ક કોરોનાને લોકડાઉનના ત્રીજા તબક્કામાં ગાંધીનગરમાં નવા 9 કેસ સામે આવ્યા છે. જેમાં કુડાસણમાં એક જ પરિવારના ત્રણ સભ્યો, રાંદેસણમાં એક યુવતી, નાના ચીલોડા, સેક્ટર 24માં એક-એક કેસ તેમજ કલોલમાં ત્રણ કેસ નોંધાયા છે. આ સાથે જ જિલ્લામાં કુલ દર્દીઓની સંખ્યા 50એ પહોંચી ગઇ છે. જ્યારે રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો 7026એ પહોંચ્યો
 
ગાંધીનગર: પાટનગરમાં આજે નવા 9 કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા

અટલ સમાચાર,ડેસ્ક

કોરોનાને લોકડાઉનના ત્રીજા તબક્કામાં ગાંધીનગરમાં નવા 9 કેસ સામે આવ્યા છે. જેમાં કુડાસણમાં એક જ પરિવારના ત્રણ સભ્યો, રાંદેસણમાં એક યુવતી, નાના ચીલોડા, સેક્ટર 24માં એક-એક કેસ તેમજ કલોલમાં ત્રણ કેસ નોંધાયા છે. આ સાથે જ જિલ્લામાં કુલ દર્દીઓની સંખ્યા 50એ પહોંચી ગઇ છે. જ્યારે રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો 7026એ પહોંચ્યો છે અને કુલ મૃત્યુઆંક 425 છે. આ સાથે જ કુલ 1709 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગરમાં એક દિવસમાં નવ કેસ સામે આવતાં ગાંધીનગરમાં વાવોલ ગામે આજથી લોકડાઉનનો કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. વાવોલ ગામમાં આજથી ત્રણ દિવસ દુધ અને દવા સિવાયની તમામ દુકાનો બંધ રાખવામાં આવશે. ગ્રામજનોને બિનજરૂરી બહાર નિકળવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગ્રામ પંચાયત દ્વારા આદેશને પગલે કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. પોલીસના સહયોગથી ગામામં કોઇને પ્રવેશ આપવામાં આવતો નથી.