ગાંધીનગર: મહિલા અધિકારીએ વર્ષોથી મિત્રતા કેળવી રૂ. 25 લાખની છેતરપિંડી કરી

અટલ સમાચાર, ગાંધીનગર ગાંધીનગરમાં વર્ગ-1ની મહિલા અધિકારી અને વર્ગ 1ના પુરુષ અધિકારી વચ્ચે વિવાદ સામે આવ્યો છે. એક અધિકારી હિસાબી તિજોરી વિભાગમાં છેઅને એક પેટ્રોલિયમ વિભાગમાં ડેપ્યુટી ડાયરેક્ટર છે. વર્ગ 1ના પુરુષ અધિકારી ઉમેશ ઓઝાએ દાવો કર્યો છે કે મહિલા ક્લાસ વન અધિકારીએ છેલ્લા 17 વર્ષથી મિત્રતા કેળવી 25 લાખ રુપિયા પડાવી લીધા છે. અટલ
 

અટલ સમાચાર, ગાંધીનગર

ગાંધીનગરમાં વર્ગ-1ની મહિલા અધિકારી અને વર્ગ 1ના પુરુષ અધિકારી વચ્ચે વિવાદ સામે આવ્યો છે. એક અધિકારી હિસાબી તિજોરી વિભાગમાં છેઅને એક પેટ્રોલિયમ વિભાગમાં ડેપ્યુટી ડાયરેક્ટર છે. વર્ગ 1ના પુરુષ અધિકારી ઉમેશ ઓઝાએ દાવો કર્યો છે કે મહિલા ક્લાસ વન અધિકારીએ છેલ્લા 17 વર્ષથી મિત્રતા કેળવી 25 લાખ રુપિયા પડાવી લીધા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગરમાં મિત્રતાના સબંધ દરમિયાન 200 ગ્રામ જેટલું સોનુ મહિલા અધિકારીએ લીધું છે. નાણાંકીય છેતરપિંડીના મામલે ક્લાસ વન પુરુષ અધિકારીએ ગાંધીનગર એસપીને લેખિતમાં અરજી કરી છે. નાણાંકીય આપ-લેના બેંક સ્ટેટમેન્ટ સહિતના પુરાવા સાથે ક્લાસ 1 પુરુષ અધિકારીએ અરજી કરી છે. અધિકારીએ ખાતાકીય તપાસ માટે પણ ફરિયાદ કરી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ક્લાસ -1 પુરુષ અધિકારી ઉમેશ ઓઝાએ કહ્યું હતું કે 2003માં મારી અહીં ટ્રાન્સફર થઈ ત્યારે તે ગાંધીનગરની એક ઓફિસમાં ફરજ બજાવતા હતા. 2003થી 2019 સુધી અમારી સાથે ગાઢ મિત્રતા હતી. એકપણ દિવસ એવો ન હતો કે વોટ્સએપ કે ફોન પર વાતચીત ન થઈ હોય. જ્યારે-જ્યારે રૂપિયાની જરુરત ઉભી થઈ ત્યારે રોકડા, બેંક ટ્રાન્સફર તેમના બધા જ રિચાર્જ, લાઇટ-ટેલિફોનના બિલ બધું જ અમારી પાસે કરાવતા હતા.