ગાંધીનગરઃ મોલની કન્સ્ટ્રક્શન સાઈટની જમીન ધસતાં 4ના કરૂણ મોત

અટલ સમાચાર, મહેસાણા ગાંધીનગરના કુડાસણ પાસે નવા બની રહેલા મોલની કન્સ્ટ્રક્શન સાઈટ પર બપોર બાદ અચાનક જમીન ઘસી પડી હતી. જમીન ઘસી પડતા માટીમાં 4 મજૂરો દટાયા હતા. તમામને કાઢવા માટે સ્થાનિક લોકોએ રેસ્ક્યૂ કર્યું હતું. બધાને બહાર કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવાઈ હતી. ભારે મુસિબત બાદ ચારેય મજૂરોને બહાર કાઢીને સારવાર માટે લઇ
 
ગાંધીનગરઃ મોલની કન્સ્ટ્રક્શન સાઈટની જમીન ધસતાં 4ના કરૂણ મોત

અટલ સમાચાર, મહેસાણા

ગાંધીનગરના કુડાસણ પાસે નવા બની રહેલા મોલની કન્સ્ટ્રક્શન સાઈટ પર બપોર બાદ અચાનક જમીન ઘસી પડી હતી. જમીન ઘસી પડતા માટીમાં 4 મજૂરો દટાયા હતા. તમામને કાઢવા માટે સ્થાનિક લોકોએ રેસ્ક્યૂ કર્યું હતું. બધાને બહાર કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવાઈ હતી. ભારે મુસિબત બાદ ચારેય મજૂરોને બહાર કાઢીને સારવાર માટે લઇ જવાયા હતા. ત્યાંથી તેમને મૃતક જાહેર કરવામાં આવ્યા હતા.

ગાંધીનગરના કુડાસણ પાસે નવા પ્રમુખ આનંદ ઓર્બિટ મોલનું કામ ચાલી રહ્યું છે જેમાં ખોદકામ દરમિયાન 4 મજૂર અંદર દટાયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. આ ઘટનામાં 3 જેસીબી દ્રારા માટીને દુર કરી ભારે જહેમત બાદ ચારેય મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા. તાત્કાલિક તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના હાજર ડોક્ટરે તમામને મૃત જાહેર કર્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યું હતુ કે, 4 મજૂરોના મોત થતાં પંથકમાં હાહાકાર મચી ગયો છે. આ ચારેય મૃતક પરિવારના ઘરના મોભીનું કમકમાટી ભર્યું મોત થતાં આભ ફાટી પડ્યું છે.  ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ દરમિયાન લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.