ગાંધીનગર: રવિવારે હિરાબાના આશીર્વાદ લેવા માટે આવશે PM મોદી

અટલ સમાચાર, ગાંધીનગર નરેન્દ્ર મોદીએ પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ ટ્વિટર પરથી ટ્વિટ કરીને જાણકારી આપી છે કે તેહો રવિવારે ગાંધીનગર માતા હિરાબાના આશીર્વાદ લેવા આવશે. આ પછી PM મોદી પોતાના મતદાતાઓને આભાર માનવા માટે કાશી પણ જશે. મોદીએ ટ્વિટ કરીને કહ્યુ કે, ”કાલે માતાના આશીર્વાદ લેવા માટે ગુજરાત જઇ, જે પછી સોમવારના મારામાં વિશ્વાસ
 
ગાંધીનગર: રવિવારે હિરાબાના આશીર્વાદ લેવા માટે આવશે PM મોદી

અટલ સમાચાર, ગાંધીનગર

નરેન્દ્ર મોદીએ પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ ટ્વિટર પરથી ટ્વિટ કરીને જાણકારી આપી છે કે તેહો રવિવારે ગાંધીનગર માતા હિરાબાના આશીર્વાદ લેવા આવશે. આ પછી PM મોદી પોતાના મતદાતાઓને આભાર માનવા માટે કાશી પણ જશે. મોદીએ ટ્વિટ કરીને કહ્યુ કે, ”કાલે માતાના આશીર્વાદ લેવા માટે ગુજરાત જઇ, જે પછી સોમવારના મારામાં વિશ્વાસ રાખવા માટે કાશી જેવી મહાન ભૂમિના લોકોનો આભાર માનવા માટે જઇશ.”

શનિવારે 5 વાગ્યે ભાજપની સંસદીય દળની બેઠક મળશે

શનિવારે સાંજે 5 વાગ્યે ભાજપની સંસદીય દળની બેઠક થશે. જ્યાં મોદીને સંસદીય દળના નેતા તરીકત પસંદ કરવામાં આવશે. આ પછી NDAની બેઠક થશે. આ બેઠકમાં શિવસેનાના ઉદ્ઘવ ઠાકરે, એલજેપીના રામવિલાસ પાસવાન સહિત JDU અને અન્ય સહયોગી પાર્ટીઓના નેતા શામેલ થશે. અટકળો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 મેએ ફરીથી શપથ લેશે.

મહત્વનું છે કે, શુક્રવારે સાંજે કેન્દ્રીય કેબિનેટે 16મી લોકસભા ભંગ કરવાની દરખાસ્ત પાસ કરી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજીનામા સાથે આ ભલામણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલવામાં આવી ચૂકી છે. 17મી લોકસભાની રચના 3 જૂન પહેલાં કરવાની છે. ચૂંટણીપંચ ટૂંક સમયમાં જ નવા સાંસદોની યાદી નોટિફાઈ કરી રાષ્ટ્રપતિને સોંપશે.