ગાંધીનગર: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના આયાતી ઉમેદવારને મંત્રીપદ મળી શકે

અટલ સમાચાર,ગાંધીનગર લોકસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રોજ નવી ગતિવિધિઓ સામે આવી રહી છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નારાજ નેતાઓને કેસરીયો ધારણ કરાવવામાં આવે તો નવાઇ નહી. સુત્રો તરફથી મળેલી માહિતિને આધારે તાજેતરમાં ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલમાં બે ઓફીસની તાત્કાલિક અસરથી સાફસફાઇ કરવામાં આવી છે. લોકસભા ચુંટણીમાં દાવપેચ ખેલવા રાજનેતાઓ પાર્ટી ફેરબદલ
 
ગાંધીનગર: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના આયાતી ઉમેદવારને મંત્રીપદ મળી શકે

અટલ સમાચાર,ગાંધીનગર

લોકસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રોજ નવી ગતિવિધિઓ સામે આવી રહી છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નારાજ નેતાઓને કેસરીયો ધારણ કરાવવામાં આવે તો નવાઇ નહી.

સુત્રો તરફથી મળેલી માહિતિને આધારે તાજેતરમાં ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલમાં બે ઓફીસની તાત્કાલિક અસરથી સાફસફાઇ કરવામાં આવી છે. લોકસભા ચુંટણીમાં દાવપેચ ખેલવા રાજનેતાઓ પાર્ટી ફેરબદલ કરી શકે છે. કોંગ્રેસના દિગ્ગ્જ નેતાઓનો સંપર્ક કરવાની ગતિવિધિ વચ્ચે આયાતી ઉમેદવારને મંત્રીપદ આપી દેવામાં આવે તેવી સંભાવના છે.

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે પાટણ બેઠક માટે ભાજપને કોઈ મજબૂત ઉમેદવાર મળતો નથી. જીલ્લામાં સૌથી વધુ ઠાકોર સમાજના મતદારો હોવાથી ભાજપ અને કોંગ્રેસ દિગ્ગ્જ ઠાકોર નેતાને મેદાનમાં ઉતારશે. કોંગ્રેસ માટે સંભવિત ઉમેદવાર અલ્પેશ ઠાકોર અને જગદિશ ઠાકોરને હરાવી શકે તેવા ઉમેદવાર ભાજપ પાસે નથી. આવા સંજોગોમાં અલ્પેશ ઠાકોરને વિધાનસભામાં મંત્રી પદ આપી ભાજપ પાટણ લોકસભા ખાતે ઠાકોરસેનાના મતો અંકે કરવા મથી રહી છે.