ગાંધીનગર: યુનિવર્સિટીમાં સ્ત્રીઓ સામે ભાષણની ના પાડનાર સંતને ભાગવું પડ્યું

અટલ સમાચાર,ડેસ્ક ગાંધીનગર સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુને વ્યાખ્યાન આપવા માટે બોલાવાયા હતા. પરંતુ મહિલા અધ્યાપકો અને વિદ્યાર્થિનીઓની હાજરી જોઇ તેમણે સ્ત્રીની સામે અમે વ્યાખ્યાન આપતા નથી તેમ કહીને જતા રહેતા હોબાળો મચ્યો હતો. અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો યુનિવર્સિટીના વિદ્યાર્થી અને અધ્યાપકોની ફરિયાદના પગલે કુલપતિએ તપાસ કરીને
 
ગાંધીનગર: યુનિવર્સિટીમાં સ્ત્રીઓ સામે ભાષણની ના પાડનાર સંતને ભાગવું પડ્યું

અટલ સમાચાર,ડેસ્ક

ગાંધીનગર સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુને વ્યાખ્યાન આપવા માટે બોલાવાયા હતા. પરંતુ મહિલા અધ્યાપકો અને વિદ્યાર્થિનીઓની હાજરી જોઇ તેમણે સ્ત્રીની સામે અમે વ્યાખ્યાન આપતા નથી તેમ કહીને જતા રહેતા હોબાળો મચ્યો હતો.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

યુનિવર્સિટીના વિદ્યાર્થી અને અધ્યાપકોની ફરિયાદના પગલે કુલપતિએ તપાસ કરીને રિપોર્ટ આપવા આદેશ જાહેર કર્યા છે. યુનિ.ની સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સિક્યોરિટી દ્વારા બુધવારે ઈન્ટરફેઈથ ડાયલોગ કમ્યુનલહાર્મની એન્ડ નેશનલ ઈન્ટિગ્રેશન વિષય પર કોન્ફરન્સ રાખવામાં આવ્યું હતું. જેમાં બાપ્સ ગાંધીનગરના એક સાધુને વ્યાખ્યાન આપવા આમંત્રણ અપાયું હતું.

હોલમાં મહિલા અધ્યાપક અને વિદ્યાર્થિનીઓ પણ હતી. તે જોઇને સાધુએ મહિલાઓની સામે હું વ્યાખ્યાન નહીં આપું તેમ કહીને વ્યાખ્યાન આપ્યા વગર નીકળી ગયા હતા. જેના પગલે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોમાં રોષ ફેલાયો હતો અને કુલપતિને ફરિયાદ કરી હતી. કુલપતિ ડૉ. એસ.એ.બારીએ કહ્યું કે મને વિદ્યાર્થીઓ અને અધ્યાપકો તરફથી ફરિયાદ મળી છે.