ગાંધીનગર: આજે રજૂ થનારા બજેટ અંગે નીતિન પટેલે શું કહ્યુ ? જાણો

અટલ સમાચાર,ગાંધીનગર ગુજરાત વિધાનસભામાં બપોરે 12 વાગ્યે બજેટ સત્રની શરૂઆત થશે, જેના બાદ 1 વાગ્યે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ ગુજરાતનું બજેટ રજૂ કરશે. ત્યારે આ માટે તેઓ બજેટની બેગ લઈને નીકળ્યા હતા. આજે ગુજરાતના બજેટ પર તમામ લોકોની નજર છે. નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભામાં આઠમી વાર ગુજરાતનું બજેટ રજૂ કરવા જઈ રહ્યાં
 
ગાંધીનગર: આજે રજૂ થનારા બજેટ અંગે નીતિન પટેલે શું કહ્યુ ? જાણો

અટલ સમાચાર,ગાંધીનગર

ગુજરાત વિધાનસભામાં બપોરે 12 વાગ્યે બજેટ સત્રની શરૂઆત થશે, જેના બાદ 1 વાગ્યે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ ગુજરાતનું બજેટ રજૂ કરશે. ત્યારે આ માટે તેઓ બજેટની બેગ લઈને નીકળ્યા હતા. આજે ગુજરાતના બજેટ પર તમામ લોકોની નજર છે. નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભામાં આઠમી વાર ગુજરાતનું બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે. ત્યારે બજેટમાં શિક્ષણ, રોજગારી, કૃષિ અને ગ્રામ્ય ઉદ્યોગ ક્ષેત્રે નવી યોજનાની જાહેરાતો થઈ શકે તેવી શક્યતા છે. આ વખતનું બજેટ ગુજરાતના વિકાસ મોડલવાળું હશે તે વિશેનો સંકેત આપતા સીએમ રૂપાણીએ કહ્યું કે, દેશને રાહ ચીંધનારું હશે આપણા ગુજરાતનું બજેટ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સમગ્ર મામલે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, આજે આ મારું આઠમું બજેટ છે, અમારા પક્ષ અને સાથીઓના સહયોગથી, સમગ્ર નાણા વિભાગના સચિવ અને અધિકારીઓના સહયોગથી આ આઠમું બજેટ અમે તૈયાર કર્યું છે. મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીને આખુ બજેટ સમય આપીને, મહેનત કરીને, તમામ વિભાગ સાથે ચર્ચા વિચારણા કરીને અને જેટલુ શક્ય હોય તેટલુ ગુજરાતને ફાયદો થાય તેવું આયોજન થાય તેવો પ્રયાસ કર્યો છે. બજેટમાં દરેક વર્ગ જુદીજુદી માંગણી કરે છે.

નીતિન પટેલે ઉમેર્યુ હતુ કે, જીએસટી બાદ રાજ્યમાં કોઈ ચીજ પર નવા કરવેરા નાંખવા, ઓછા કરવા કે માફ કરવા એ સત્તાઓ રાજ્ય સરકાર પાસે નથી. જીએસટીના મર્યાદામાં દરેકે પોતાના રાજ્યનું બજેટ રજૂ કરવાનું હોય છે. આખા દેશમાં જીએસટી કાઉન્સિલને જ કર વધારવા-ઘટાડવાનો અધિકાર છે. આપણી આવક, શિક્ષણ, આરોગ્ય, ખેતી, પશુપાલન જેવા અનેક ક્ષેત્રોમાં, નવી પેઢીને ધ્યાનમાં રાખીને, રાજ્યની આવકને ક્યાં ફાળવવી તેનો નિર્ણય કરીએ છીએ. નવી યોજનાઓ સાથે હું આજે બજેટ રજૂ કરીશ. અત્યાર સુધીના અમારા તમામ બજેટ ગુજરાતને ઉપયોગી થયા છે. તેમાં મારા આજે વધારાનો પ્રયાસ રહેશે.