ગણેશોત્સવ@પાટણ: મેઘમહેર વચ્ચે ગણપતિ ભગવાનની મૂર્તિ સ્થાપના, ભક્તોમાં અનેરો આનંદ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ કોરોના મહામારી વચ્ચે આજે ગણેશ ચતુર્થીએ પાટણ સહિત રાજ્યભરમાં હર્ષોલ્લાસ સાથે શ્રધ્ધાળુઓએ ગણપતિની સ્થાપના કરી હતી. આજે શુક્રવારે વહેલી સવારથી વરસાદ વરસાદ વચ્ચે ભક્તોએ પોતાના ઘરોમાં શ્રીજીની મૂર્તિની સ્થાપના કરી હતી. માટીની મૂર્તિની સ્થાપના કરવા માટે સવારથી જ દુકાનો પર શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. વરસતા વરસાદમાં અબીલ ગુલાલની
 
ગણેશોત્સવ@પાટણ: મેઘમહેર વચ્ચે ગણપતિ ભગવાનની મૂર્તિ સ્થાપના, ભક્તોમાં અનેરો આનંદ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

કોરોના મહામારી વચ્ચે આજે ગણેશ ચતુર્થીએ પાટણ સહિત રાજ્યભરમાં હર્ષોલ્લાસ સાથે શ્રધ્ધાળુઓએ ગણપતિની સ્થાપના કરી હતી. આજે શુક્રવારે વહેલી સવારથી વરસાદ વરસાદ વચ્ચે ભક્તોએ પોતાના ઘરોમાં શ્રીજીની મૂર્તિની સ્થાપના કરી હતી. માટીની મૂર્તિની સ્થાપના કરવા માટે સવારથી જ દુકાનો પર શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. વરસતા વરસાદમાં અબીલ ગુલાલની છોળો ઉડાડી શ્રીજીની પૂજાઅર્ચના કરી મૂર્તિઓને પોતાના ઘરે રીક્ષા, ગાડી બાઇક પર વાજતે-ગાજતે લઈ જઈ સ્થાપના કરવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ શહેરના મુખ્ય માર્ગો પર દુકાનો ઉપરાંત લારીઓમાં પણ નાના અને મધ્યમ કદની ગણેશજીની મૂર્તિઓ વેચાતી જોવા મળી હતી. ગણેશ મહોત્સવ નિમિત્તે શહેરના માર્ગો મૂર્તિ ખરીદીને લઇ ગણેશમય બન્યાં હતાં. શહેરના હિંગળાચાચર ચોકમાં ગણપતિની પોળમાં આવેલા અતિપ્રાચીન ગણપતિ મંદિરમાં દર વર્ષે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ ગણેશજીના દર્શન કરી આશિર્વાદ મેળવે છે. મામલતદાર કચેરીની અંદર આવેલા ગણેશ મંદિર ખાતે ગણપતિ દાદાનો હવન યોજાયો હતો. અનાવાડા ખાતે આવેલા ચીંતામણી ગણપતિ દાદા મંદિરમાં ફૂલોની આગી કરાઈ હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે,સુભાષ ચોકમાં આવેલા ગણપતિ મંદિર, ખાપગરાની પોળમાં આવેલા ગણેશ મંદિર સહિત મંદિરમાં પૂજન અર્ચન કરી આરતી કરાઈ હતી. જેના ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શહેરના પાલિકા બજારમાં વેપારીઓ દ્વારા રાજમહેલ કા રાજાની નાના પંડાલમાં ગણેશજીની સ્થાપના કરી પૂજન અર્ચન કરી વેપારીઓએ દર્શનનો લાભ લીધો હતો.