ગેંગરેપ@અમદાવાદ: જીંદગીથી હારી પીડિતા, આરોપીઓ પોલીસ પકડથી દૂર

અટલ સમાચાર,અમદાવાદ થોડાક દિવસો અગાઉ અમદાવાદમાં એક વિધાર્થીનીએ તેના મિત્રો વિરૂધ્ધ ગેંગરેપની ફરીયાદ નોંધાવી હતી. દુષ્કર્મ આચરતા યુવતીને ગર્ભ રહી ગયો હતો અને આઠ માસ બાદ મૃત બાળકનો જન્મ થતાં મામલો બહાર આવ્યો હતો. જેને લઇ યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં કિડની ઉપર ગંભીર અસર થતાં મોડી રાત્રે મોત થયું હતું. ફરિયાદ
 
ગેંગરેપ@અમદાવાદ: જીંદગીથી હારી પીડિતા, આરોપીઓ પોલીસ પકડથી દૂર

અટલ સમાચાર,અમદાવાદ

થોડાક દિવસો અગાઉ અમદાવાદમાં એક વિધાર્થીનીએ તેના મિત્રો વિરૂધ્ધ ગેંગરેપની ફરીયાદ નોંધાવી હતી. દુષ્કર્મ આચરતા યુવતીને ગર્ભ રહી ગયો હતો અને આઠ માસ બાદ મૃત બાળકનો જન્મ થતાં મામલો બહાર આવ્યો હતો. જેને લઇ યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં કિડની ઉપર ગંભીર અસર થતાં મોડી રાત્રે મોત થયું હતું. ફરિયાદ નોંધાયાના એક મહિનાથી વધુ સમય થઇ ગયો હતો છતાં પોલીસ એક પણ આરોપી પકડી શકી નથી. ઉચ્ચ અધિકારીઓ પણ જાણે આ કેસમાં આરોપીઓને છાવરી રહ્યા હોવાની ચર્ચા પોલીસ બેડામાં ઉઠવા પામી હતી.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં રહેતી યુવતી પર 4 શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું. જેને પગલે યુવતીને કિડની પર ગંભીર અસર થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જેમાં યુવતીનું સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

ઉલ્લેખનિય છે કે, અમરાઇવાડી વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય યુવતીના મામલે નોંધાયેલી ફરિયાદ મુજબ, આઠેક માસ અગાઉ તેને કોલેજમાં એટીકેટી આવી હતી. જેથી તેના સંપર્કમાં હાર્દીક, અનિકેત, ચિરાગ અને રાજ નામના શખ્સો આવ્યા હતા. આ ચારે શખ્શોએ યુવતીને એટીકેટીનું ફોર્મ ભરી આપવા અને એટીકેટીમાંથી પાસ કરી આપવાની લાલચ આપી હતી. લાલચ આપી યુવતીને પહેલી વખત કેફી પીણું પીવડાવી ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ ગુજાર્યો હતો. બાદમાં બ્લેકમેઇલ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું આરોપીઓએ ભેગા મળી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતુ. દુષ્કર્મ આચરતા યુવતીને ગર્ભ રહી ગયો હતો અને આઠ માસ બાદ મૃત બાળકનો જન્મ થતાં મામલો બહાર આવ્યો હતો.