ગેંગસ્ટર@યુપીઃ 8 પોલીસકર્મીનો હત્યારો ગેંગસ્ટર વિકાસ દુબે રચિ રહ્યો છે નવું પ્લાનિંગ!

અટલ સમાચાર.ડેસ્ક હત્યા -ખંડણી જેવા 71થી પણ વધુ કેસોમાં આરોપી વિકાસ દુબેએ તાજેતરમાં જ યુપીના કાનપુરમાં 8 પોલીસકર્મીઓની હત્યા કરતા ચકચાર મચી છે. હાલ ગેંગસ્ટર વિકાસ દુબે પોતાનું એન્કાઉન્ટર થવાના ડરથી ભુગર્ભમાં ઉતરી ગયો છે. તે વિદેશ નાસી ન થાય તે માટે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. નેપાળ સરહદે ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. ગેંગસ્ટર વિકાસ
 
ગેંગસ્ટર@યુપીઃ 8 પોલીસકર્મીનો હત્યારો ગેંગસ્ટર વિકાસ દુબે રચિ રહ્યો છે નવું પ્લાનિંગ!

અટલ સમાચાર.ડેસ્ક

હત્યા -ખંડણી જેવા 71થી પણ વધુ કેસોમાં આરોપી વિકાસ દુબેએ તાજેતરમાં જ યુપીના કાનપુરમાં 8 પોલીસકર્મીઓની હત્યા કરતા ચકચાર મચી છે. હાલ ગેંગસ્ટર વિકાસ દુબે પોતાનું એન્કાઉન્ટર થવાના ડરથી ભુગર્ભમાં ઉતરી ગયો છે. તે વિદેશ નાસી ન થાય તે માટે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. નેપાળ સરહદે ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. ગેંગસ્ટર વિકાસ દુબે હાલ દિલ્હી-એનસીઆરમાં છુપાયો હોવાની આશંકાસેવાઇ રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર પ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબે દિલ્હી-એનસીઆરમાં છુપાયો હોવાની આશંકા છે. જેથી ઉત્તર પ્રદેશ એટીએસ સહિત અન્ય બ્રાન્ચના કેટલાક પોલીસ અધિકારી આ મામલે દિલ્હી પોલીસ સાથે સંપર્કમાં છે. દિલ્હી પોલીસના સૂત્રો મુજબ, ગેંગસ્ટર વિકાસ દુબેને ડરે છે કે તેનું ઉત્તર પ્રદેશમાં એન્કાઉન્ટર થઈ શકે છે કે તેની સાથે પોલીસની ટીમ કંઈક ખોટું કરી શકે છે. આ ડરના કારણે તે દિલ્હી સ્થિત કોર્ટમાં આત્મ સમર્પણ કરી શકે છે. દિલ્હી પોલીસની ટીમ પણ એવો પ્રયાસ કરી રહી છે કે જો વિકાસ દુબે દિલ્હીમાં ક્યાંક છુપાયો છે તો તેની ધરપકડ કરીને તાત્કાલિક UP પોલીસને સોંપી દેવો.

વિકાસ દુબેના ખૂબ નિકટતમ લોકોમાંથી બે-ત્રણ વ્યક્તિ દિલ્હી પહોંચ્યા છે. તેઓ કેટલાક મોટા સ્તરના વકીલો સાથે સંપર્ક સાધવાના પ્રયાસમાં છે. વિકાસ દુબેને રાજધાની દિલ્હીમાં આત્મસમર્પણ કરાવીને તેને UP પોલીસની પકડથી થોડા સમય માટે બચાવી શકાય તે માટેના પ્રયાસો છે. આ ઓપરેશનને પાર પાડવા માટે વિકાસ દુબેના નિકટતમ સહયોગી આ મામલા સાથે જોડાયેલા તમામ મુદ્દાને ઘણી ગુપ્ત રીતે પાર પાડવાના પ્રયાસમાં છે.