ઍાટો મોબાઇલઃ ભારતના ટિકટોક યુઝર્સે 550 કરોડ કલાક એપ જોવા વેડફ્યા

અટલ સમાચાર ડેસ્ક ભારતમાં ટિકટોક એપના યુઝરની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ડેટા એનાલિસિસ કરતી ફર્મ એપ એની એપએ ટિકટોકના વપરાશને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ મુજબ, ભારતના કુલ ટિક્ટોક યુઝર્સે વર્ષ 2019માં કુલ 550 કરોડ કલાકો ટિકટોકક એપ પાછળ વિતાવ્યા છે. આ આંકડો વર્ષ 2018માં 90 કરોડ કલાકનો હતો. આ
 
ઍાટો મોબાઇલઃ ભારતના ટિકટોક યુઝર્સે 550 કરોડ કલાક એપ જોવા વેડફ્યા

અટલ સમાચાર ડેસ્ક

ભારતમાં ટિકટોક એપના યુઝરની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ડેટા એનાલિસિસ કરતી ફર્મ એપ એની એપએ ટિકટોકના વપરાશને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ મુજબ, ભારતના કુલ ટિક્ટોક યુઝર્સે વર્ષ 2019માં કુલ 550 કરોડ કલાકો ટિકટોકક એપ પાછળ વિતાવ્યા છે. આ આંકડો વર્ષ 2018માં 90 કરોડ કલાકનો હતો. આ રિપોર્ટ અનુસાર ડિસેમ્બર 2019 સુધી દર મહિને ટિક્ટોક યુઝરમાં 91%નો વધારો જોવા મળ્યો હતો. તેમાં સૌથી વધારે યુઝર્સની યાદીમાં ચીન પછી ભારત બીજો ક્રમ ધરાવે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ રિપોર્ટ મુજબ વર્ષ 2019માં ફેસબુકના યુઝર્સે કુલ 2250 કરોડ કલાકો વિતાવ્યા છે. ફેસબુકના મંથલી એક્ટિવ યુઝર્સ વધીને 22.4 કરોડ થયા છે જ્યારે ફેસબુકની માલિકીની એપ ઇન્સ્ટાગ્રામના એક્ટિવ યુઝર્સ 13.7 કરોડ છે. એક્ટિવ યુઝર્સના મામલે ફેસબુક કરતાં ઇન્સ્ટાગ્રામમાં 40%નો ગ્રોથ જોવા મળ્યો છે.

ટેક ફર્મ સેન્સર ટાવરના રિપોર્ટ અનુસાર ટિક્ટોક વ્હોટ્સએપ પછી સૌથી વધારે વખત ડાઉનલોડ થનારી એપ બની છે. ટિક્ટોકની સ્પર્ધામાં ગૂગલે પણ વીડિયો શેરિંગ સોશિયલ એપ ટેન્ગિ લોન્ચ કરી છે. તેથી 2020માં ટિક્ટોકની આ એપ સાથે સારી સ્પર્ધા જોવા મળશે.